ઓટો ઉદ્યોગમાં મંદી સતત ચાલુ: વાહનોના વેચાણમાં વધુ 18 ટકાનો ઘટાડો

13 August 2019 03:02 PM
India Business
  • ઓટો ઉદ્યોગમાં મંદી સતત ચાલુ: વાહનોના વેચાણમાં વધુ 18 ટકાનો ઘટાડો

મુંબઈ તા.13
દેશના ઓટો ઉદ્યોગની ખરાબ સ્થિતિ જુલાઈ માસમાં પણ યથાવત રહી છે અને પેસેન્જર વ્હીકલનું વેચાણ 30.98 ટકા ઘટીને 207790 યુનીટ થયુ છે. ઓટો ઉદ્યોગ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા મુજબ કોમર્સીયલ વાહનોનું વેચાણ પણ 25.71 ટકા ઘટીને 56866 નોંધાયુ છે જયારે ટુ વ્હીલરના વેચાણમાં પણ 16.82 ટકાનો ઘટાડો થયો છે અને 1511692 યુનીટ નોંધાયુ છે અને આ રીતે તમામ કેટેગરીમાં કુલ 18 ટકા વેચાણ ઘટાડા સાથે 1825148 યુનીટનું વેચાણ થયું છે. જેના કારણે આ ઉદ્યોગમાં હજુ વધુ છટણી શકય છે. છેલ્લા છ માસમાં ઓટો ઉદ્યોગમાં અંદાજે સાડા ત્રણ લાખ લોકોને લે-ઓફ આપવામાં આવ્યો છે.


Loading...
Advertisement