તમો બધા ચોર છો: રાષ્ટ્રસંઘની મીટીંગમાં જ પાક ડિપ્લોમેટ પર પ્રહાર

13 August 2019 03:01 PM
India Politics
  • તમો બધા ચોર છો: રાષ્ટ્રસંઘની મીટીંગમાં જ પાક ડિપ્લોમેટ પર પ્રહાર

પાકના જ એક નાગરિકે દેશના ડિપ્લોમેટને ખરીખોટી સંભળાવી

ન્યુયોર્ક તા.13
કલમ 370ની નાબુદીથી હચમચી ગયેલા પાકિસ્તાનને દરેક જગ્યાએથી લપડાક મળી રહી છે અને તેમાં હવે સંયુક્ત રાષ્ટ્રસંઘના પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ માલીહા લોધી ને અનેક ડિપ્લોમેટની હાજરીમાં તેના જ એક ગેસ્ટ ના નાગરીક વતી ખરીખોટી સાંભળવાની ફરજ પડી હતી. રાષ્ટ્રસંઘના એક ઈવેન્ટમાં લોધી હાજર હતા અને તે સમયે એક પાકિસ્તાની નાગરીકે કાશ્મીર પ્રશ્ર્ને દેશની જે હાલત થઈ છે તેના પર આક્રોશ ઠાલવતા કહ્યું કે તમે બધા ચોર છો. અમારું પ્રતિનિધિત્વ કરવાને લાયક નથી. લોધી આ શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગયા હતા. પાકિસ્તાની નાગરિકે વધુ પ્રશ્ર્ન પૂછતા કહ્યું કે 15-20 વર્ષથી તમો શું કરી રહ્યા છો. આમ તેણે પોતાનો ગુસ્સો પાકિસ્તાની ડિપ્લોમેટ પર ઠાલવ્યો હતો અને એ પણ કહ્યું કે તમે અમારા પૈસાથી દુનિયામાં ફરો છો. અમને તમારા પર શરમ આવે છે.


Loading...
Advertisement