કરાચીમાં મીકાસિંઘના પર્ફોમન્સમાં દાઉદ ઈબ્રાહીમ ફેમીલી પણ હાજર હતું!

13 August 2019 02:54 PM
Entertainment World
  • કરાચીમાં મીકાસિંઘના પર્ફોમન્સમાં દાઉદ ઈબ્રાહીમ ફેમીલી પણ હાજર હતું!

નવી માહિતી: પાકની જાસૂસી એજન્સી- લશ્કરના અધિકારીઓએ પણ મીકાના કાર્યક્રમને માણ્યો હતો

નવી દિલ્હી: પાકિસ્તાનમાં અબજોપતિ પરિવારના લગ્ન સમારોહમાં પર્ફોમ કરીને પંજાબી ગાયક મીકાસિંઘ હવે મુશ્કેલીમાં મુકાય તેવા સંકેત છે એક તરફ બોલીવુડમાં પર મીકાસિંઘના હાલની સ્થિતિમાં પાક. જઈને પર્ફોમ કરવાના નિર્ણય સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે તો નવો ઘટસ્ફોટ થયો છે કે આ લગ્નના ભાગ રૂપે મિકાએ જે રીતે સંગીત આયોજનમાં પર્ફોમ કર્યુ તે કાર્યક્રમમાં પાકની જાસૂસી એજન્સી આઈએસઆઈ અને ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમના કુટુંબીજનો પણ સામેલ હતા. પાકના એક સમયના શાસક જનરલ પરવેઝ મુશર્રફના નજીકના સંબંધી અને અબજોપતિ અસદની પુત્રીના લગ્ન હતા જેમાં મહેન્દી રસમમાં મીકાસિંઘનો કાર્યક્રમ રખાયો હતો અને સમગ્ર આયોજન કરાચીથી થોડે દૂર ડિફેન્સ હાઉસ ઓથોરીટીના હોલમાં થયો હતો. અહીની એક કોલોનીમાં જ દાઉદ ઈબ્રાહીમ તેના પરિવાર સાથે રહે છે. પાક સરકારે અગાઉ જ ભારતીય પત્રકાર કલાકારોને વિસા આપવા સામે પ્રતિબંધ મુકયો છે પણ આ અબજોપતિ પરિવાર ભારે રાજકીય વગ ધરાવે છે અને પાક વડાપ્રધાન ઈમરાનખાનની પણ નજીક હોવાની મીકા અને તેની ટ્રુપના 14 લોકોને ખાસ વિસા અપાયા હતા.
જેમાં દાઉદ ઉપરાંત તેના વેવાઈ અને પાકના પુર્વ ક્રિકેટર મીયાદાદનું કુટુંબ પણ હાજર હતું અને પાકની જાસૂસી એજન્સીના અધિકારીઓ પણ હાજર હોવાના સંકેત છે.


Loading...
Advertisement