આસામ નેશનલ રજીસ્ટ્રી મુદે કેન્દ્રને લપડાક: વધુ સુધારા માટે મંજુરીનો સુપ્રીમનો ઈન્કાર

13 August 2019 02:51 PM
India
  • આસામ નેશનલ રજીસ્ટ્રી મુદે કેન્દ્રને લપડાક: વધુ સુધારા માટે મંજુરીનો સુપ્રીમનો ઈન્કાર

રજીસ્ટ્રીના ડેટા ‘આધાર’ જેમ જ પૂર્ણ સિકયોર કરવા સૂચના

નવી દિલ્હી તા.13
સુપ્રીમ કોર્ટે આસામમાં નેશનલ રજીસ્ટ્રી ઓફ સીટીઝનને ફરી ખુલ્લી કરવાની મંજુરી આપવાનો સરકારને ઈન્કાર કરતા આ રજીસ્ટ્રીના તમામ ડેટા આધારની જેમ જ પૂર્ણ રીતે સલામત કરવા આદેશ આપ્યો હતો. આસામમાં રહેતા ગેરકાનુની નાગરીકોને ઓળખી કાઢવા માટે નેશનલ રજીસ્ટ્રી ઓફ સીટીઝન તૈયાર કરાય છે પરંતુ તેની સામે જબરો ઉહાપો થયો છે. આસામમાં રહેતા અંદાજે 40 લાખ લોકો ભારતીય નાગરીક નથી તેવુ આ રજીસ્ટ્રી મારફત નિશ્ર્ચિત થયું છે અને તેના કારણે તેઓને ભારત બહાર તગડવા પડે તેવી સ્થિતિ છે. સુપ્રીમ કોર્ટ આ સમગ્ર રજીસ્ટ્રીનું મોનેટરીંગ કરી રહી છે અને એક આદેશ મુજબ 3 ડીસેમ્બર 2004 બાદ રજીસ્ટ્રીમાં રહેલા લોકોને ત્યાં જેમનો જન્મ થયો હોય તેમને તમામને આ રજીસ્ટ્રીમાંથી બાકાત કરવા આદેશ અપાયો છે. જો કે રજીસ્ટ્રીની રચનામાં અનેક ગરબડ હોવાનો આક્ષેપ થયો હતો અને સુપ્રીમ કોર્ટની મંજુરીથી તેમાં અનેક વખત સુધારા પણ થયા છે અને તા.31 ઓગષ્ટના રોજ આ રજીસ્ટ્રીનું ફાઈનલ પબ્લીકેશન થશે અને તેના આધારે જે વિદેશી નાગરીક ગણાશે તે તમામને ભારત બહાર તગડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારે ફરી એક વખત રજીસ્ટ્રીમાં સુધારા જરૂરી હોવાનું જણાવીને તે રીઓપન કરવા માંગણી કરી હતી જેથી રજીસ્ટ્રીમાં રહેલા લોકો તેમના દાવા રજુ કરી શકે. સુપ્રીમ કોર્ટે તે માંગણી ફગાવી છે અને હવે રજીસ્ટ્રીના ડેટા આધાર જેમ જ સીકયોર કરવા આદેશ આપ્યો છે.


Loading...
Advertisement