સોનિયા એકશનમાં: મમતા અને શરદ પવારને સાથે લેવા તૈયારી

13 August 2019 02:50 PM
India Politics
  • સોનિયા એકશનમાં: મમતા અને શરદ પવારને સાથે લેવા તૈયારી

પશ્ચિમ બંગાળમાં ભાજપ સામે ઝઝુમી રહેલા મમતા બેનરજીને આગળ ધરીને કોંગ્રેસ મોરચો કરશે: મહારાષ્ટ્રમાં પવારને તમામ સતા સોંપવાનો પણ સંકેત

નવી દિલ્હી તા.13
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદે સોનિયા ગાંધીની વરણીના કલાકોમાં જ તેઓએ એક મહત્વના નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સાથે જુનીયર પાર્ટનર તરીકે જવા તૈયારી કરી હોવાના સંકેત છે. પશ્ચિમ બંગાળમાં જે રીતે ભાજપની તાકાત વધી રહી છેતેનાથી ખુદ મમતા બેનરજી પણ પરેશાન છે અને અહી કોંગ્રેસ પક્ષ લગભગ અસ્તિત્વ વિહીન થઈ ગયો છે. તેને બેઠો કરવાની જવાબદારી સોનિયા ગાંધી પર આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોનિયા ગાંધીએ વિપક્ષોને સાથે લેવામાં સૌપ્રથમ પશ્ર્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી જેઓ એક સમયે કોંગ્રેસના જ નેતા હતા. તેઓને ફરી એક વખત સાફથે લેવા માટે સોનિયા ગાંધીએ તેમના વિશ્ર્વાસુ મારફત સંદેશો મોકલી દીધો છે. હાલમાં જ તૃણમુલ કોંગ્રેસના લોકસભાના નેતા સુદીપ બંદોપાધ્યાય અને પુર્વ કેન્દ્રીય મંત્રી ચીદમ્બરમ વચ્ચે ઔપચારીક મુલાકાત થઈ હતી. જેને મહત્વની ગણવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા મુજબ મમતા બેનરજી માટે પણ બંગાળનો ગઢ સાચવવા તેમની વ્યુહરચના ફરી એક વખત વિચારવી જરૂરી બની ગઈ છે અને તેથી કોંગ્રેસ સાથે તે જઈ શકે છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન અગાઉથી નિશ્ચિત છે. પરંતુ જે રીતે ભાજપ અને શિવસેના એ લોકસભા ચૂંટણીમાં કલીનસ્વીપ કરી પછી આ ગઠબંધનને વર્ષના અંત યોજાનાર
ધારાસભા ચૂંટણીમાં પછડાટ મળે તેવી ધારણા છે અને તે જોતા સોનિયાએ શરદ પવાર સાથે પણ એક બેઠક ગોઠવવાની તૈયારી કરી
હતી.


Loading...
Advertisement