CA - CS, OLA - UBERના ડ્રાઈવર- ZOMATOના ડિલિવરીમેન પણ જોબ ડેટામાં

13 August 2019 02:45 PM
India
  • CA - CS, OLA - UBERના ડ્રાઈવર- ZOMATOના ડિલિવરીમેન પણ જોબ ડેટામાં

દેશમાં રોજગારનું ચિત્ર ઉજળું બનાવવા મોદી સરકારનો આઈડીયા :મોદી સરકારે 23 પ્રોફેશનલ સર્વિસ સંગઠનો પાસેથી ડેટા મંગાવ્યા: જોબ ડેટા માટે નવો માર્ગ અપનાવાયો

નવી દિલ્હી: દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા તથા રોજગારી ક્ષેત્રે જે ખરાબ ચીત્ર છે તે સુધારવા મોદી સરકારે હવે કોસ્મેટીક પ્રયાસો હાથ ધર્યા છે તથા દેશમાં પ્રોફેશનલ બોડી જેવી કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી કે પછી સ્ટોક બ્રોકર્સ સહીતના ક્ધસલટન્ટસ અને સ્વરોજગારનું સર્જન કરતા તમામને ‘જોબ’ ડેટામાં ઉમેરીને રોજગારનું ફુલ ગુલાબી ચીત્ર બનાવવાની તૈયારી છે. આ ઉપરાંત ઓલા-ઉબેર જેવી કેબ કંપની અને ઝોમેટો તથા સ્વીગી જેવી ફુડ સર્વિસ કંપનીઓ પાસે પણ તેની સાથે જોડાયેલા કર્મચારીઓના ડેટા સરકારને આપવા માટે જણાવાયું છે. આ પ્રકારે તમામ પ્રોફેશનલ બોડી નિયમીત પણે તેના ડેટા સરકારને આપે તેવી તે માટે એક નોટીફીકેશન બહાર પાડવાની તૈયારી છે. સરકારે 23 સંગઠનોની ઓળખ નિશ્ર્ચિત કરી છે અને હવે તેના જોબ ડેટા સરકારે જે રોજગારી સર્જન કર્યુ છે. તેમાં ઉમેરીને રોજગારીનું એકંદર સારુ ચિત્ર બનાવવાની કોશીશ કરશે. સરકારે જે હાલ આર્થિક સર્વે ચાલુ કર્યા છે તેમાં પણ સ્વરોજગારનું સર્જન કરતા લોકોની ઓળખ મેળવાશે. સરકારે કામદાર મંત્રાલયને આ પ્રકારના ડેટાનું સંકલન કરવા માટે સૂચના આપી છે. સરકાર હાલ રોજગારના ડેટા માટે મુખ્યત્વે પ્રોવિડન્ટ ફંડ ર્ઓફીસના આંકડા પર જ આધાર રાખે છે પણ આ પ્રોફેશનલ બોડી કે ઓલા-ઉબેર અથવા ઝોમેટો જેવા વ્યવસાયના ડીલીવરીમેન પણ હવે રોજગાર-સર્જનનો ભાગ બનશે.
ભારતનો બેરોજગાર દર 6.1% છે પણ સરકાર માને છે કે તે ફુલપ્રુફ નથી. આર્થિક ઉદારીકરણ બાદ પ્રોફેશનલ સેવા વધી છે અને એગ્રીગેટર એટલે કે સેવા આપતી કંપનીઓ જે રીતે રોજગારી આપે છે તે આ ડેટામાં સામેલ નથી. વાસ્તવમાં તે રોજગાર સર્જનનો ભાગ જ છે. ભારતમાં મોટાભાગની રોજગારી- અસંગઠીત ક્ષેત્રમાંથી આવે છે.


Loading...
Advertisement