ગૌરવપથને વહીવટી મંજુરી ન મળતાં રસ્તામાં ખાડા-ખબડા : રાહદારીઓ પરેશાન

13 August 2019 02:05 PM
Botad
  • ગૌરવપથને વહીવટી મંજુરી ન મળતાં
રસ્તામાં ખાડા-ખબડા : રાહદારીઓ પરેશાન

બોટાદના સ્ટેશન રોડથી ટાવર રોડ સુધીનો મંજુર થયેલ

(દિનેશ બગડીયા)
બોટાદ, તા. 13
સ્ટેશન રોડથી ટાવર રોડ સુધીનો ગૌરવ પથ 44 લાખના ખર્ચથી મંજુર કરેલ પણ વહીવટી મંજુરી નહી મળતા આ ગૌરવ પથ રોડ બન્યો નહી.
વચ્ચેના સમયમાં મુખ્યમંત્રી શ્રી આવતા ઇમરજન્સી ડામર રોડ બનતા મંજુર થયેલ રકમની અડધી રકમ વપરાતા આ રોડ હવે ટાવર રોડથી પોલીસ સ્ટેશન સુધી બનાવવાનો છે.
એક વર્ષથી ગૌરવપથ 44 લાખના ખર્ચે મંજુર થયેલ છે હવે કયારે બનશે તેના ઠેકાણા નથી ટાવર રોડથી પોલીસ સ્ટેશન સુધીના રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડી જતા આ રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે. થોડા સમય પહેલા થાગડ થીંગડા કર્યા છે છતાં આ રોડ જે શહેરનો મેઇન અને ગૌરવપથ રોડની દશા શોભાના ગાંઠીયા જેવી છે દિવસ દરમ્યાન એકથી બે બાઇક સવારો ખરાબ રોડના કારણે પડવાના દરરોજ દાખલા બને છે.


Loading...
Advertisement