ગોંડલમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ગુરૂવારે જનોઇ બદલાવાનો કાર્યક્રમ યોજાશે

13 August 2019 02:01 PM
Gondal
  • ગોંડલમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ગુરૂવારે જનોઇ બદલાવાનો કાર્યક્રમ યોજાશે

ગોંડલ, તા. 13
સમસ્ત બ્રહ્મસમાજ ગોંડલ શહેર તાલુકા અને શ્રી ભુવનેશ્વરી પીઠ ના સંયુક્ત ઉપક્રમે શ્રાવણ સુદ પૂનમ તારીખ 15 ને ગુરુવાર સવારે 8 કલાકે શ્રી ભુવનેશ્વરી પીઠ ખાતે સમસ્ત બ્રહ્મસમાજના ભૂદેવો માટે જનોઈ બદલાવવાનો વિધિપૂજા નું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગે પંચપાત્ર પૂજા સામગ્રી તથા ફળાહારની વ્યવસ્થા કરાઈ છે. પૂજા વિધિ શ્રી ભુવનેશ્વરી મંદિર ના શાસ્ત્રી લાભશંકરભાઇ જોષી, દિલીપભાઈ જોષી તથા ભરતભાઇ જોશી દ્વારા કરાવવામાં આવશે.
આ પ્રસંગે ભુવનેશ્વરી મંદિરના આચાર્ય ઘનશ્યામજી મહારાજ ઉપસ્થિત રહી વેદોક્ત આશીર્વાદ પાઠવશે તો આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા ભૂદેવોને
પ્રમુખ ગિરીશભાઈ રાવલની યાદીમાં જણાવાયું છે.


Loading...
Advertisement