સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફલો થતાં હવે સૌરાષ્ટ્રનાં અડધા ખાલી ડેમો ભરાશે : ડો.બોઘરા

13 August 2019 01:13 PM
Jasdan Saurashtra
  • સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફલો થતાં હવે સૌરાષ્ટ્રનાં અડધા ખાલી ડેમો ભરાશે : ડો.બોઘરા

સૌની યોજના લીંક હેઠળ સૌરાષ્ટ્રના ડેમો છલકાવી દેવા સરકાર સજ્જ

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.13
સમગ્ર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તાજેતરમાં ઓવરફલો થતા તેમાંથી વહી જતા પાણીથી સૌરાષ્ટ્રનાઅડધા ભરાયેલા કે ખાલી રહેલા ડેમો ભરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેન અને જસદણના પૂર્વ ધારાસભ્ય તેમજ રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ડો. ભરતભાઈ કે બોઘરાના જણાવ્યા મુજબ તાજેતરમાં સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે જેને લીધે ઓવરફ્લો થતા વહી જતા પાણીથી સૌની યોજના હેઠળ ના સૌરાષ્ટ્રના વિવિધ ડેમ ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌની યોજના લિંક બે હેઠળના ભીમનાથ, કાળિયાર, કૃષ્ણસાગર માલપરા, કાળુભાર, શેત્રુંજી વગેરે ડેમો તેમજ લિંક ચાર હેઠળના ગોમાં, આકડીયા અને લિંક ત્રણ હેઠળના ભાદર ડેમ સહિતના ડેમો ભરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌની યોજના હેઠળના આ મોટો ડેમો ભરવા ઉપરાંત તેની નીચે આવતા અંદાજે સિત્તેરથી વધારે ચેકડેમો પણ ભરવામાં આવશે.
વધુમાં ડો. ભરત ભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે આ ડેમો ભરવાથી ભાવનગર જીલ્લો, બોટાદ જીલ્લો,રાજકોટ જીલ્લો, જસદણ, ગઢડા સહિતના વિસ્તારના ખેડૂતોને શિયાળુ પાક માટે ખૂબ જ ફાયદો થશે તેમ જ પાણીના સ્તર પણ ઊંચા આવશે કૂવા, બોર પણમાં પણ સરળતાથી પાણીના સ્તર ઉંચા આવશે. ડો. ભરત ભાઈ બોઘરા એ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતા કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદ પડવા છતાં જે ડેમો અડધા જ ભરાયા હોય અથવા તો ખાલી રહ્યા હોય તેવા ડેમો ને સૌની યોજના હેઠળ છલકાવી દેવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા આ બાબતે સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ડેમો વહેલિ તકે ભરાય જાય તે માટે તંત્ર દ્વારા સતત કાર્યવાહી ચાલુ છે. રાજ્ય સરકારના આ નિર્ણય થઈ ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાણી છે.


Loading...
Advertisement