વેળાવદર પાસે કાળીયાર ઉદ્યાનમાં ‘ડાઘીયા’ ત્રાટકયા: 12 હરણનો શિકાર

13 August 2019 12:54 PM
Bhavnagar Gujarat
  • વેળાવદર પાસે કાળીયાર ઉદ્યાનમાં ‘ડાઘીયા’ ત્રાટકયા: 12 હરણનો શિકાર

ભારે વરસાદથી પાણી ભરાતા વન બહાર નીકળેલા કાળીયારો પર શ્ર્વાનોનો હુમલો: 11ને બચાવી સારવાર કરાવતો વન વિભાગ: રેસ્કયુ ઓપરેશન

(વિપુલ હિરાણી) ભાવનગર તા.13
ભાવનગર નજીક આવેલા વેળાવદર પંથકમાં પાણીમાં ફસાયેલા 12 કાળિયાર હરણને કુતરાએ ફાડી ખાધા છે. જયારે 11 કાળીયારને વન વિભાગની ટીમે રેસ્કયુ કરી બચાવી સારવાર શરૂ કરી છે.
ભાવનગરમાં ભાલ પંથકમાં તા.9/8થી તા.11/8 દરમ્યાન ભારે વરસાદ પડતા કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને આજુબાજુમાં ખુબ જ પાણીનો ભરાવો થયેલ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કાળીયાર સલામત સ્થળની શોધમાં ગામની સીમ અને ખેતરો તરફ જતા રખડતા કુતરા દ્વારા કોળીયાર પર હુમલાના બનાવ બનવા પામ્યા છે.
રેન્જ વિસ્તારમાં કુલ 23 કાળીયાર પર કુતરા દ્વારા હુમલો કરવામાં આવેલ જે પૈકી 12 કોળીયારના મોત નિપજયા છે જયારે 11 કાળીયાર વન વિભાગની ટીમ દ્વારા વન વિભાગના પશુ ચિકિત્સકની ટીમ દ્વારા ગામ લોકોના સહકારથી રેસ્કયુ કરી સારવાર આપવામાં આવેલ છે. જે પૈકી 9 તંદુરસ્ત જીવતાઓને સુરક્ષિત વિસ્તારમાં મુકત કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.


Loading...
Advertisement