ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશની શકયતા

13 August 2019 12:36 PM
Sports
  • ઓલિમ્પિકમાં ક્રિકેટના સમાવેશની શકયતા

2028થી સામેલ થઈ શકે

નવી દિલ્હી: વિશ્ર્વના સૌથી મોટા ખેલ મહોત્સવ ઓલિમ્પિકમાં 2028થી ક્રિકેટને સ્થાન મળી શકે છે. આઈસીસીની ક્રિકેટ સમીતીના ચેરમેન માઈક ગેટીંગે આ સંકેત આપતા કહ્યું કે અમારા પ્રયાસો પર ઓલિમ્પિક કમીટી હકારાત્મક છે પણ તેમાં કયા ફોર્મેટથી અને કેટલા દેશો વચ્ચે સ્પર્ધા રમાડવી તે અંગે હજું કોઈ નિશ્ર્ચિત થયું નથી. ઓલિમ્પિકમાં દરેક ગેઈમમાં ખેલાડીઓએ કવોલીફાય થવું પડે છે. દરેક ટીમ પણ કવોલીફાય થાય છે. જેથી મર્યાદીત દિવસોમાં આ ગેઈમને પુરી કરી શકાય અને ક્રિકેટથી ગેઈમ પણ બે સપ્તાહમાં તેની ઓલીમ્પીક ચેમ્પીયનશીપ પુરી થાય તે રીતે ફોર્મેટ જરૂરી છે.


Loading...
Advertisement