ટીમ ઈન્ડીયાના કોચ માટે છ નામો શોર્ટલીસ્ટ

13 August 2019 12:36 PM
Sports
  • ટીમ ઈન્ડીયાના કોચ માટે છ નામો શોર્ટલીસ્ટ

આગામી સપ્તાહે કપિલદેવ કમીટી ‘ઈન્ટરવ્યુ’ લેશે : રવિશાસ્ત્રી ઉપરાંત ટીમ મુડી, માઈક હેસોન, ફીલ સિમોન્સ, લાલચંદ રાજપૂત સ્પર્ધામાં

નવી દિલ્હી તા.13
ટીમ ઈન્ડીયાના નવા કોચ માટે રવિશાસ્ત્રી સહીત છ નામ શોર્ટ લીસ્ટેડ થયા છે. જેમાં ન્યુઝીલેન્ડના માઈક હેસોન, ઓસ્ટ્રેલિયાના પુર્વ ઓલરાઉન્ડર તથા હાલ શ્રીલંકન ટીમના કોચ ટીમ મુડી, વેસ્ટઈન્ડીઝના પુર્વ ઓલરાઉન્ડર અને હાલ અફઘાન ટીમના કોચ ફીલ સિમોન્સ ટીમ ઈન્ડીયાના પુર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને ટીમ ઈન્ડીયાના એક સમયના ફીલ્ડીંગ કોચ રોબીન સિંઘે પણ અરજી કરી છે.
આ તમામને હવે કપિલદેવ કમીટી રૂબરૂ પ્રેઝન્ટેશન માટે બોલાવશે. હાલ રવિશાસ્ત્રીને ફરી તક મળે તેવી શકયતા છે.
ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ખુલ્લી રીતે રવિશાસ્ત્રીની તરફેણ કરી છે.
ટીમના નવા હેડ કોચની સાથે સપોર્ટ સ્ટાફની પણ પસંદગી થશે પણ માનવામાં આવે છે કે એક વકત કોચની પસંદગી થઈ ગયા બાદ તેની સાથે સંતલત કરીને સપોર્ય સ્ટાફને પસંદ કરાશે જેથી ટીમમાં તાલમેલ જળવાઈ રહે. હાલ વિન્ડીઝના પ્રવાસે રહેલી ટીમના કોચ તથા સપોર્ટ સ્ટાફને 45 દિવસનું એકસટેન્શન અપાયું છે. ટીમને ફરી એક વખત વિદેશી કોચ મળે તેવી શકયતામાં જો કોઈ નામ વિચારવાનું હશે તો તે ટીમ મૂડી હોઈ શકે છે. ટીમમાં ફીલ્ડીંગ કોચ તરીકે જોન્ટી રોડસે પણ અરજી કરી છે અને રોબીનસિંઘ પણ કેટેગરીમાં આવવા આતુર છે. ટીમના કોચ તરીકે રવિશાસ્ત્રી યથાવત રહે તો બોલીંગ કોચ તરીકે ભરત રાયની શકયતા વધુ છે. જેણે ટીમ ઈન્ડીયામાં જસપ્રીત બુમરાહ તથા ચહલ સહીતના બોલર્સને સફળ બનાવ્યા છે. ટીમ ઈન્ડીયા તો પ્રથમ આઈસીસી વર્લ્ડકપ ટી20 ચેમ્પીયનશીપ છે. ભારતે વર્લ્ડકપ ગુમાવ્યો છે અને તેથી વિરાટ કોહલી હવે આઈસીસીની એક ટ્રોફી તેના નેતૃત્વ હેઠળ હોય તે પસંદ કરશે.


Loading...
Advertisement