ધોની એકલો જ નહિં, 40 હજાર લોકો કામમાંથી બ્રેક લઈ ટેરિટોરિયલ આર્મીમાં સેવા બજાવે છે

13 August 2019 12:35 PM
Sports
  • ધોની એકલો જ નહિં, 40 હજાર લોકો કામમાંથી બ્રેક લઈ ટેરિટોરિયલ આર્મીમાં સેવા બજાવે છે

ટેરિટોરિયલ આર્મી એટલે સૈન્યમાં માનદ સેવા : દેશના અનેક નાના-મોટા યુધ્ધોમાં ટીએ આર્મીનું મહત્વનું યોગદાન

નવી દિલ્હી તા.13
જેમ અન્ય ક્ષેત્રોમાં વોલીયન્ટર સર્વીસ માનદ સેવાઓ છે તેમ આર્મીમાં પણ આ સેવા છે એ બહુ ઓછા લોકો જાણે છે.
આતંકીઓના કબ્જામાં હોવા છતા તેમની આંખોમાં આંખ મેળવીને જવાબ આપનાર રાયફલમેન ઔરંગઝેબ યાદ છે? શહીદ ઔરંગઝેબને તેની બહાદુરી અને બલિદાન માટે ગત વર્ષે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તે કાશ્મીરમાં આતંકીઓ સાથે મુકાબલો કરી રહેલી ભારતીય સેનાનો મહત્વનો હિસ્સો ‘ટેરિટોરીયલ આર્મી’માં હતો.આ એજ ટેરિટોરિયલ આર્મી છે. જેમાં ક્રિકેટર મહેન્દ્રસિંઘ ધોની ઓનરરી લેફટીનન્ટ કર્નલ છે અને આજકાલ તેની યુનિટ સાથે તાલીમ લઈ રહ્યો છે.

શું છે ટેરિટોરિયલ આર્મી?
ટેરિટોરિયલ આર્મી (ટીએ) આર્મીનો જ એક ભાગ છે. આર્મીને જયાં પણ જરૂર હોય છે ટીએ પોતાનું યુનિટ ઉપલબ્ધ કરાવે છે. કાશ્મીરમાં ત્યાનાં લોકો માટે જ ટેરિટોરિયલ આર્મી બનાવાઈ છે. આ ટીએ કાશ્મીરમાં આતંકીઓ સાથે લડનારી મહત્વની ફોર્સ છે.

કોણ થઈ શકે સામેલ?!
ટેરિટોરીયલ આર્મીમાં 18 થી 42 વર્ષની વયના નાગરિકો કે જે ગ્રેજયુએટ હોય, શારીરિક માનસિક રીતે ફીટ હોય તે લેફટીનન્ટ તરીકે સામેલ થઈ શકે છે.જેમાં સામેલ થવાની એક શરત પણ છે કે આપની પાસે આપની કમાણીનું સાધન હોવુ જોઈએ આ એક માનદ સેવા છે, પાકી નોકરી નથી, જયાં સુધી જરૂર હશે ત્યાં સુધી સેવા આપવાનું કહેવામાં આવશે. એવુ નથી કે નિવૃત થવા સુધી જોબમાં રહી શકશો.

અનેક યુધ્ધોમાં યોગદાન
ટેરિટોરિયલ આર્મીના મહત્વનો એ બાબતથી પણ ખ્યાલ આવશે કે તેણે 1962, 1965 અને 1971 ના યુધ્ધોમાં મહત્વનું પ્રદાન આપ્યું હતું. ટીએની શ્રીલંકામાં ઓપરેશન પવન જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં ઓપરેશન રક્ષક વગેરેમાં સક્રિય ભાગીદારી હતી. ટેરિટોરિયલ આર્મીના જવાનો અને અધિકારીઓ વીરતા પુરસ્કાર અને સર્વિસ એવોર્ડથી સન્માનિત થઈ ચૂકયા છે.


Loading...
Advertisement