યુ ટયુબ પર ‘ખેતી’ કરી મહિને લાખો કમાતા ખેડૂતો!

13 August 2019 12:33 PM
India Technology
  • યુ ટયુબ પર ‘ખેતી’ કરી મહિને લાખો કમાતા ખેડૂતો!

યુ ટયુબ આજે માત્ર મનોરંજનનું જ સાધન નહિં બલ્કે રોજગારી-કમાણીનું માધ્યમ પણ બન્યુ છે! યુ ટયુબ પર ખેતીને લગતી ચેનલો બની લોકપ્રિય

નવી દિલ્હી તા.13
યુ ટયુબ માત્ર મનોરંજન, જ્ઞાન-વિજ્ઞાન કે માહિતીનું જ સાધન નથી બલ્કે આજકાલ તે રોજગારી અને કમાણી કરવાનું પણ સાધન બની ગયુ છે. આ તાકતવર સાધનનો સદુપયોગ થાય તો કેવા પરિણામો આવી શકે તેના આ ઉદાહરણો છે.
આજે મોબાઈલ શહેરોથી માંડીને નાના ગામડા સુધી પહોંચી ગયો છે. ત્યારે ખેતીપ્રધાન દેશોમાં યુ ટયુબનાં માધ્યમથી ખેતી શીખવાને અનેક ખેડુતો મહિને એક લાખ રૂપિયા જેટલી કમાણી કરી રહ્યા છે. ખેતીને ફાયદાનો સોદો બનાવવા માટે હવે કિસાન માત્ર ખેતી સુધી સીમીત નથી રહ્યો.ઈન્ટેએટના માધ્યમથી તે દેશ-દુનિયા સુધી પહોંચ્યો છે.
છેલ્લા વરસોમાં યુ ટયુબ એક એવા પ્લેટફોર્મનાં રૂપે સામે આવ્યું છે કે જેમાં ખેડુત માત્ર ખેતીની નવી નવી પદ્ધતિઓ જ નથી શીખતો બલકે પૈસા પણ કમાઈ રહ્યો છે. ગામોમાં વસતા અનેક યુવા ખેડુતો માટે યુ ટયુબ કમાણીનું એક નવુ માધ્યમ બન્યુ છે. યુ ટયુબ પર ખેતી સાથે જોડાયેલા વિડીયો અપલોડ કરીને તેઓ મહિને એટલી કમાણી કરી રહ્યા છે. જેટલી ખેતીમાં વર્ષે પણ નથી કમાતા. આજકાલ ગામોમાં યુ ટયુબનાં ટ્રેંડ ચાલી રહ્યો છે એનો પુરાવો છે. ખેતી-ખેડુતોને લઈને યુ ટયુબ પર વિડીયો જોનારાઓની સંખ્યામાં થતો વધારો.
એકબાજુ એવા ખેડૂતો છે જે યુ ટયુબ પર વિડીયોનાં માધ્યમથી કમાણી કરે છે તો બીજી બાજુ એવા ખેડુતો છે જે ખેતી સાથે જોડાયેલી બાબતો યુ ટયુબથી શીખી રહ્યા છે.
આવા ખેડુત પૈકી એક છે હરિયાણાનાં અંબાલાના પટવી ગામનાં દર્શનસિંહ જે યુ ટયુબથી મહિને 80 હજારથી 1 લાખ રૂપિયા કમાય છે. દર્શનસિંહ જણાવે છે કે તે હવે ફુલટાઈમ પોતાની યુ ટયુબ ફાર્મિંગ લીડર ચેનલ ચલાવે છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો તેની ચેનલને સબ સ્ક્રાઈબ કરી ચૂકયા છે. દર્શનસિંહ કહે છે, હું મોટાભાગે એવા વિડીયો પોસ્ટ કરૂ છું જેમાં બતાવવામાં આવે છે કે ખેડુતની આવક કેવી રીતે વધે.
તમિલનાડુનાં થગડીના અયપ્પન યુ ટયુબથી મહિને 80 હજારથી 2 લાખ રૂપિયાની કમાણી કરે છે. આમ તો અયપ્પન સોફટવેર એન્જીનીયર છે પણ તેના પિતા ખેડુત છે. તે ખેતીની સમસ્યા સાથે સંલગ્ન વિડીયો પોસ્ટ કરે છે તેની યુ ટયુબ, ચેનલ કમ ટુ વિલેજનાં 8 લાખથી વધુ સબ સ્ક્રાઈબર છે. તે ગામે ગામ જઈને પણ ખેતીની નવી પદ્ધતિઓનાં બારામાં જાણકારી આપે છે.
મધ્ય પ્રદેશનાં હરજૌદા (નીમચ) ગામના યશવંત જાટ યુ ટયુબમાંથી મહિને 40 થી 50 હજારની કમાણી કરે છે. તે ‘માય કિસાન દોસ્ત’ નામની ચેનલ ચલાવે છે. 2015 માં યુ ટયુબમાં આવનાર યશવંત કહે છે કે તે પહેલા પાકો પર બ્લોગ લખતો હતો.બાદમાં લોકોએ કહ્યું કે વિડીયો બનાવો, જેથી તેની વધુમાં વધુ લોકો સુધી પહોંચ બનેલી. પોતાના વિડીયોમાં તે કૃષિને લગતી ખબરો ખેતીમાં નવી ટેકનિકો પશુ પાલન વગેરેની જાણકારી
આપે છે.
આમ કરી શકાય યુ ટયુબથી કમાણી
આ માટે સૌથી જરૂરી છે યુ ટયુબ પર ચેનલ શરૂ કરવી આ માટે ઈ-મેઈલ આઈડેશન યુ ટયુબ પર એકાઉન્ટ બનાવી શકો છો. યુ ટયુબ પર પોસ્ટ કરાયેલ વીડિયોને જેટલીવાર જોવામાં આવશે એટલી વાર કમાણી થશે અર્થાત યુ ટયુબ પર હજારો રૂપિયા કમાવવા માટે મહિનામાં કમ સે કમ લાખો લોકો આપનો વિડીયો જુએ તે જરૂરી છે.


Loading...
Advertisement