કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ થતા સુરતની આ બે યુવતીઓએ ગીત તૈયાર કર્યું

13 August 2019 10:05 AM
Surat Entertainment Gujarat Jammu Kashmir
  • કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ થતા સુરતની આ બે યુવતીઓએ ગીત તૈયાર કર્યું
  • કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ થતા સુરતની આ બે યુવતીઓએ ગીત તૈયાર કર્યું
  • કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ થતા સુરતની આ બે યુવતીઓએ ગીત તૈયાર કર્યું

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ થતા દેશભરના લોકોમાં ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે

સુરત: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ થતા દેશભરના લોકોમાં ઉલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત ખાતે MBBSની વિદ્યાર્થીની અને ધોરણ 2ની છાત્રાએ મળીને આ નિર્ણયને આવકારવા માટે એક ખાસ ગીત તૈયાર કર્યું છે. આ વીડિયો સોંગને તેઓ 15મી ઓગષ્ટ એટલે સ્વતંત્રતા દિવસના રોજ યુટ્યુબ પર મુકશે.

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35A નાબુદ થતા દેશભરમાં લોકો પોત પોતાની રીતે આ નિર્ણયને આવકારી રહ્યા છે. ત્યારે સુરત ખાતે બે પિતરાઇ બહેનોએ એક ખાસ ઓડિયો વીડિયો સોંગ તૈયાર કર્યું છે. જેમાં ગીત લખનાર ગાનાર અને કમ્પોઝ કરનાર આ બંને બહેનો છે. કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35A નાબૂદ થતા તેની ખુશી આ ગીત દ્વારા બન્ને બહેનોએ શબ્દોના માધ્યમથી વ્યક્ત કરી છે. આ બંને પિતરાઇ બહેનોમા સંસ્કૃતિ પટેલ MBBSની વિદ્યાર્થીની છે. જ્યારે આઠ વર્ષીય પ્રાર્થના પટેલ ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે.બંને પિતરાઇ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલું આ ગીત 15મી ઓગષ્ટના રોજ યુટ્યુબ પર મૂકવામાં આવશે. બંને બહેનોએ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 અને 35A નાબૂદ કરવા બદલ સરકાર અને સેનાનો આભાર વ્યક્ત કર્યો છે.

બન્ને બહનોએ જે ગીત લખ્યું છે. તેના શબ્દો છે કે ''પાકિસ્તાન કી હિંમત તૂટી , ભારત કી એકતા જુડી.''


Loading...
Advertisement