રાજકોટમાં 3 ભાઈ અને માણાવદરમાં 2 બાળકો ડૂબી ગયાં

12 August 2019 07:30 PM
Rajkot Video

રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણીના ખાડાં ભરાયાં છે ત્યારે તેમાં ડૂબી જવાની સતત બીજા દિવસે ઘટના બની હતી. રૈયારોડ પર નવી બની રહેલી બિલ્ડિંગની સાઇટના સેલર માટે બનાવેલા ખાડામાં નહાવા પડેલા બે સગાભાઇ અને તેના માસિયાઇ ભાઇ ડૂબી ગયા હતા. માણાવદરના સણોસરા ગામે ચેકડેમમાં ડૂબી જતા 2 પરપ્રાંતિય બાળકોના મોત થયા હતા. આ ઉપરાંત પોરબંદરના દરિયામાં શનિવારે 3 બોટ ડૂબી જતાં લાપતા થયોલા લોકોમાંથી 3ની લાશ મળી હતી જ્યારે રવિવારે વધુ 3ના મૃતદેહો મળ્યા હતાં.


Loading...
Advertisement