રિલાયન્સ જીઓ ફાઈબર સેવા 5 સપ્ટે.ના લોન્ચ: સૌથી સસ્તો પ્લાન

12 August 2019 06:09 PM
India Technology
  • રિલાયન્સ જીઓ ફાઈબર સેવા 5 સપ્ટે.ના લોન્ચ: સૌથી સસ્તો પ્લાન

વોઈસ કોલ ફ્રી: જીઓ હોમ ટીવીમાં રીલીઝના દિવસે જ ફીલ્મ જોઈ શકાશે :રીલાયન્સ જીઓ દ્વારા ગીગાફાઈબર બ્રોડબેન્ડ માટે 5 લાખ ઘરોમાં ટેસ્ટીંગ: એક જ કનેકશનમાં લેન્ડલાઈન, ઈન્ટરનેટ તથા ડીટીએચ ટીવી સેવા :રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભામાં મુકેશ અંબાણીની જાહેરાત: રૂા.700 થી 10000 સુધીના ચાર્જમાં બ્રોડબેન્ડ સેવા :સાઉદી કંપની આર્મોકો રીલાયન્સમાં રૂા.5250 અબજનું રોકાણ કરશે :બ્રીટીશ કંપની શેલ દ્વારા રીલાયન્સના રીટેઈલ પેટ્રો આઉટલેટમાં રૂા.7000 કરોડનું રોકાણ કરશે :ફકત રૂા.600માં ગ્રાહકોને બ્રોડબેન્ડ, લેન્ડલાઈનની કોમ્બો સર્વિસ :કંપનીનો ગીગાફાઈબર બ્રોડબેન્ડ સેવા ટુંક સમયમાં લોન્ચ: બીઝનેસ હોમ સહીતની કેટેગરીમાં સુપર ફાસ્ટ બ્રોડબેન્ડ સેવા :34 કરોડ ગ્રાહકો સાથે રીલાયન્સ જીઓ દેશની સૌથી મોટી મોબાઈલ કંપની :એક જ કનેકશનથી 40 લાખ ડીવાઈસ કનેકટ કરવાની સુવિધા: ફકત રૂા.1 હજારમાં જીઓ ગીગાફાઈબર પ્લાન્ટ લોન્ચ

મુંબઈ તા.12
દેશના સૌથી મોટા કોર્પોરેટ ગ્રુપ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આજે જાહેરાત કરી હતી કે આગામી સમયમાં સાઉદી રીફાઈનરી આર્મકો રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પેટ્રોલીયમથી લઈ કેમીકલ બીઝનેસમાં રૂા.5250 અબજનું રોકાણ કરશે અને રીલાયન્સ માટે 20 ટકા માર્કેટ શેર મેળવશે. આ ઉપરાંત બ્રીટીશ કંપની શેલ રીલાયન્સ પેટ્રો રીટેઈલના બીઝનેસમાં 49 ટકા હિસ્સેદારી સાથે રૂા.7000 કરોડનું રોકાણ કરશે. આજે કંપનીની વાર્ષિક સાધારણ સભાને સંબોધતા મુકેશ અંબાણીએ જો કે કંપનીના ઈન્ટરનેટ ઓફ થીંક બીઝનેસમાં જંગી રોકાણ અને આગામી દિવસોની યોજનાઓની જાહેરાત કરી હતી. મુકેશ અંબાણીએ જાહેર કર્યુ હતું કે રીલાયન્સ જીઓ દેશમાં રૂા.3.5 લાખ કરોડનું રોકાણ કરીને મલ્ટીપર્પસ સલાહો સાથે આગળ આવી રહી છે અને કંપની આગામી દિવસોમાં 5જી ટેકનોલોજી પણ અપનાવશે. ગત વર્ષે લોન્ચ કરાયેલ જીઓ ગીગા ફાઈબર બ્રોડબેન્ડ સર્વિસનો વિસ્તાર હવે આગામી દિવસોમાં થઈ રહ્યો છે. જીઓ ગીગા ફાઈબરના યુઝર્સ 40 ડીવાઈસ કનેકટ કરી શકશે જેનું હાલ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે અને તા.5 સપ્ટે.થી તે રૂા.1000ના મહતમ ભાવે જીઓ ગીગા ફાઈબર પ્લાન ઉપલબ્ધ કરાવશે. રિલાયન્સના કોમ્બો પેકમાં બ્રોડબેન્ડ, લેન્ડલાઈન તથા ડીટીએચ સેવા મળશે જેમાં વોઈસકાલ ફ્રી મળશે. કંપની ફોરજી ફોન મફતમાં આવશે અને તેના હોમ ટીવી પ્લાનમાં પસંદગીની ફીલ્મ રીલીઝના પ્રથમ દિવસે જ જોવા મળશે. રીલાયન્સનો ફીચર ફોન 15 ઓગષ્ટથી માર્કેટમાં આવશે જેમાં રૂા.1500 ભરવાના રહેશે અને ત્રણ વર્ષ પછી પાછા ફરશે.
મુકેશ અંબાણીએ જાહેર કર્યુ કે રીલાયન્સ જીઓ 34 કરોડ ગ્રાહકો સાથે દેશની નંબર વન ટેલીકોમ કંપની બની રહી છે અને તેણે રૂા.130000 કરોડની આવક મેળવી રહી છે. ઓઈલ ક્ષેત્રે તેણે સાઉદી કંપની 5 લાખ બેરલ ક્રુડ ઓઈલ રીલાયન્સ રીફાઈનરીને સપ્લાય કરશે. રીલાયન્સ જીઓ હવે આગામી દિવસોમાં 4500નો નવો એક સ્માર્ટ ફોન લોન્ચ કરવા જઈ રહી છે તથા કંપની આગામી દિવસોમાં મલ્ટીપ્લેયર ઓનલાઈન નેટવર્ક સ્થાપશે તેમ કંપનીના એકઝીકયુટીવ આકાશ અંબાણીએ જાહેરાત કરી હતી. રીલાયન્સની જીઓ ફાઈબર સર્વિસ 5 સપ્ટેમ્બરે લોન્ચ કરી દેવાશે અને દેશના 1600 શહેરોમાં 2 કરોડ ઘરો અને 1.50 કરોડ બીઝનેસ યુનીટ સાથે તે કામગીરી કરશે. રીલાયન્સ જીઓના હોમ બ્રોડબેન્ડ પ્લાન્ટમાં કંપની એકીસાથે લેન્ડલાઈન, ઈન્ટરનેટ તથા ડીટીએચ સર્વિસની સુવિધા આપશે.
મુકેશ અંબાણીએ રીલાયન્સ રિટેલનું નવુ ચિત્ર આપતા કહ્યું કે રીટેઈલ બીઝનેસમાં રૂા.1.3 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કરી દેવાયુ છે અને તે દેશના સૌથી મોટા રીટેલર તરીકે સ્થાન મેળવી લીધું છે.

રીલાયન્સ હવે જાયન્ટ કંપની
ગત વર્ષે રીલાયન્સ ભારતની સૌથી વધુ નફો કરનારી કંપની બની
રૂા.74000 કરોડના જીએસટી સાથે દેશના સૌથી મોટા ટેકસપેયર
34 કરોડ ગ્રાહકો સાથે દુનિયાની સૌથી મોટી બીજા નંબરની ટેલીકોમ ઓપરેટર કંપની
સાઉદી કંપની દ્વારા રૂા.5250 અબજના રોકાણ સાથે ભારતનું સૌથી મોટુ વિદેશી મૂડીરોકાણ એક જ તબકકામાં
ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ પ્લેટફોર્મ 1 જાન્યુઆરી 2020થી વ્યાપારી ધોરણે શરૂ થશે


Loading...
Advertisement