મંદી માર ગઈ: દારુ, સિગારેટના વેચાણમાં પણ મંદીનો ઓછાયો

12 August 2019 06:06 PM
Business India
  • મંદી માર ગઈ: દારુ, સિગારેટના વેચાણમાં પણ મંદીનો ઓછાયો

તાણી તોડીને પણ ચસકો પુરો કરતા વ્યસનીઓ ભીંસમાં આવ્યાનો સંકેત

કોલકાતા તા.12
આર્થિક ભીંસમાં લોકો બિનજરૂરી ખર્ચામાં કાપ મુકતા હોય છે, પણ વ્યસનીઓ ગમે તેમ કરી પાનફાકી, સિગરેટ અથવા દારુનો પોતાનો કવોટા પુરો કરતા હોય છે. પરંતુ, સિગરેટ-દારુનું વેચાણ પણ ઘટી રહ્યું હોવાથી માનવું પડે કે હવે દરરોજની વપરાશની અને પર્સનલ કેર કેટેગરી સુધી આવ્યો છે.
ગત વર્ષની સરખામણીએ બીયર અને દારુની વેચાણવૃદ્ધિ કવાર્ટરમાં ત્રીજા ભાગની ઘટી અનુક્રમે 5% અને બે ટકા રહી હતી. ગત વર્ષ કરતા સિગરેટના યુનિટનું વેચાણ 2.5% વધ્યું હતું, પણ આગલા કવાર્ટર કરતાં વેચાણવૃદ્ધિ અડધી રહી હતી.
ઐતિહાસિક રીતે આ બન્ને સેગમેન્ટમાં ટેકસમાં વધારા અને કંપનીઓ દ્વારા ભાવવધારો જાહેર કરાયા પછી વેચાણને અવળી અસર થતી હોય છે.
પરંતુ છેલ્લા 3 મહિનામાં ટેકસ સ્થિર રહ્યો છે. એ જોતાં નિષ્ણાંતો માને છે કે ગ્રાહકો ઉતરોતર સિંગલ સ્ટિકને વલગી રહ્યા હશે. એથી સિગરેટના વોલ્યુમ ગ્રોથને અસર થઈછે. દારુની વેચાણ વૃદ્ધિને અસર થવાનું કારણ સામાન્ય ચૂંટણીઓ વખતે મુકાયેલ પ્રતિબંધો છે.
બ્રોકરેજ કંપની પ્રભુદાસ લીલાધરે જણાવ્યું છે કે ફેવરેબલ બેસ હોવા છતાં આઈટીસીનું સિગરેટ વેચાણ જૂન કવાર્ટરમાં 2.5% રહ્યું હતું. 2019-20ના આગામી કવાર્ટરમાં એક આંકડામાં વોલ્યુમ ગ્રોથ જોવાશે.


Loading...
Advertisement