પહેલવાન બબીતા ફોગાટ અને પિતા મહાવીર ભાજપમાં જોડાયા

12 August 2019 06:00 PM
India Politics
  • પહેલવાન બબીતા ફોગાટ અને પિતા મહાવીર ભાજપમાં જોડાયા

કલમ 370 હટાવવાના સરકારના નિર્ણયની બબીતાએ પ્રશંસા કરી

નવી દિલ્હી તા.12
ભાજપમાં હાલ સભ્ય અભિયાન ચાલુ છે ત્યારે તેમાં વિવિધ ક્ષેત્રની હસ્તીઓ, ચર્ચીત ચહેરાઓ જોડાઈ રહ્યા છે તેમાં રેસલર (પહેલીવાર) બબીતા ફોગાટ પણ સામેલ થઈ છે. બબીતા ફોગાટ આજે ભાજપમાં જોડાઈ હતી. દિલ્હી સ્થિત હરિયાણા ભવનમાં બબીતા ફોગાટ અને તેના પિતા મહાવીર ફોગાટે આજે પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં બબ્બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીતનાર બબીતા ફોગોટ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને જારેદાર સમર્થન આપી ટવીટ કર્યું છે. લઠઠ્ઠ ગાડ દિયા, ઘુમ્મા કો દિયા.


Loading...
Advertisement