સૌરાષ્ટ્ર યુનિ.ની ઇન્ટર કોલેજ કબડ્ડી સ્પર્ધામાં સુરેન્દ્રનગરની કોલેજ પ્રથમ સ્થાને

12 August 2019 05:49 PM
Rajkot Saurashtra Sports
  • સૌરાષ્ટ્ર યુનિ.ની ઇન્ટર કોલેજ કબડ્ડી
સ્પર્ધામાં સુરેન્દ્રનગરની કોલેજ પ્રથમ સ્થાને

બીઆરએસ ડૂમિયાણી કોલેજ દ્વિતીય અને ડી.એચ. રાજકોટની ટીમ તૃતિય સ્થાને

રાજકોટ, તા. 1ર
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા યોજાયેલ ઇન્ટર કોલેજ કબડ્ડી સ્પર્ધા (ભાઇઓ)માં એમ.પી.શાહ કોમર્સ કોલેજ સુરેન્દ્રનગરની ટીમ પ્રથમ સ્થાને વિજેતા બનેલ છે.
જ્યારે બી.આર.એસ. કોલેજ ડૂમિયાણીની ટીમ દ્વિતીય સ્થાને અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ રાજકોટની ટીમ તૃતિય સ્થાને વિજેતા બની હતી. અહીં એ ઉલ્લેખનીય છે કે યુનિ.ના સ્વામિ વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમમાં સૌપ્રથમવાર આ કબડ્ડી સ્પર્ધા મેટ્રેસ પર રમાડવામાં આવી હતી.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, રજિસ્ટ્રાર આર.જી.પરમાર, ભૂતપૂર્વ રજિસ્ટ્રાર ડો. ધીરેનભાઇ પંડયા, ડો. ભરતભાઇ રામાનુજ તથા જતીનભાઇ સોનીએ ઉપસ્થિત રહી વિજેતા ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહિત કરેલ હતા.
અહીં એ ઉલ્લેખનીય છે કે આ ઇન્ટર કોલેજ કબડ્ડી સ્પર્ધામાં પ1 કોલેજોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુનિ.ના રમતોત્સવ અંતર્ગત આ કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી છે. રમતોત્સવમાં વિવિધ 36 જેટલી સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. જેમાં ચેમ્પીયન બનનાર ટીમોના ખેલાડીઓનું યુનિ. દ્વારા અભિવાદન કરવામાં આવનાર છે.


Loading...
Advertisement