લો આવી ગયો સ્માર્ટ ક્રિકેટ બોલ

12 August 2019 05:34 PM
Sports
  • લો આવી ગયો સ્માર્ટ ક્રિકેટ બોલ

દરેક મુવમેન્ટ જાણી શકાશે

નવી દિલ્હી: ક્રિકેટમાં હવે સ્માર્ટનેસ વધવા લાગી છે. સ્ટમ્પ કેમેરા અને નાની ચીપ્સની એલબીડબલ્યુના નિર્ણય લેવાની ટેકનોલોજી અને સ્માર્ટ બાલ આવી ગયો છે. જે ચીપ્સ સાથેનો હશે. ઓસ્ટ્રેલિયાની ટી20ની બીગ બેશ લીગમાં આ સ્માર્ટ દડાનો ઉપયોગ થશે. હાલમાં જ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવીડ વોર્નરે સ્માર્ટ બેટનો ઉપયોગ કર્યો હતો.
મેલબોર્નની ડુકાબુરા બોલ બનાવની કંપનીએ આ રીયલ ટાઈમ ડેટા આપતો બોલ તૈયાર કર્યો છે.
એક માઈકોચીપ્સ આ બધું કામ કરે છે જે એક ટ્રેકરથી જોડાયેલી હોય છે અને તેના આધારે ડેટા આપે છે. દડો પ્રી-બાઉન્સ પોષ્ટ બાઉન્સ જમાતને અડયો તે પુર્વે કેચ થયો કે નહી સ્ટમ્પ-બેટને ટચ થયો હતો કે આ વિગતો ખાસ કરીને નવા બોલરને તેની બોલીંગ લાઈન લેથ સુધારવામાં આ દડો મદદ કરશે.


Loading...
Advertisement