ભાવનગર કોંગ્રેસના પ્રમુખપદે પ્રકાશભાઈ વાઘાણીની વરણી

12 August 2019 05:16 PM
Bhavnagar
  • ભાવનગર કોંગ્રેસના પ્રમુખપદે પ્રકાશભાઈ વાઘાણીની વરણી

ભાવનગર શહેર કોંગ્રેસનાં પ્રમુખપદે પ્રકાશભાઈ વાઘાણીની નિયુક્તિ કરાઈ છે. ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ જોષીએ પ્રમુખપદેથી અંગત કારણોસર રાજીનામુ આપતા પ્રદેશ કોંગ્રેસ દ્વારા તાકીદની અસરથી શહેર કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખપદે પ્રકાશભાઈ વાઘાણીની નિમણુંક કરવામાં આવી છે.
નવનિયુક્ત શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીને કોંગ્રેસ અગ્રણીઓ એ આવકારી શુભેચ્છા પાઠવી છે. ભાવનગર નાગરીક બોર્ડનો હોલ ખાતે પ્રકાશભાઈ વાઘાણીને નિયુક્તિને બેંકનાં ચેરમેન જીતુભાઈ ઉપાધ્યાય તેમજ અન્ય ડીરેકટરોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.


Loading...
Advertisement