જસદણ એસબીઆઈમાં એક જ કેશ કાઉન્ટર ને કારણે લોકોને ભારે હાલાકી

12 August 2019 05:12 PM
Jasdan
  • જસદણ એસબીઆઈમાં એક જ કેશ કાઉન્ટર ને કારણે લોકોને ભારે હાલાકી

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની જસદણ શાખા માં રોકડ રકમ ભરવા તેમજ ઉપાડવા માટે ગઈકાલે શુક્રવારે એકમાત્ર કાઉન્ટર હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન શનિ રવિ સોમ એમ ત્રણ દિવસની બેંક માં રજા હોવાથી ગઈકાલે શુક્રવારે બેંકમાં રોકડ રકમ ભરવા તેમજ ઉપાડવા સહિતના કામો માટે લાંબી લાઈનો લાગી હતી. માત્ર એક જ કાઉન્ટર હોવાથી લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વડીલો, મહિલાઓ સહિતના લોકોને બેંકના કામકાજ માટે ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની જસદણ શાખા મોટી સંખ્યામાં બેંક ખાતા ધરાવે છે અને દરરોજ હજારો લોકો આ બેંક સાથેની કામગીરી માટે આવતા હોય છે ત્યારે એસબીઆઇ જસદણ શાખામાં વધુ કેશ કાઉન્ટર શરૂ કરવાની લોકોની માગણી છે.


Loading...
Advertisement