રાણપુર પંથકમાં છેલ્લા 36 કલાકમાં 11 ઇંચ વરસાદ

12 August 2019 04:51 PM
Botad
  • રાણપુર પંથકમાં છેલ્લા 36 કલાકમાં 11 ઇંચ વરસાદ
  • રાણપુર પંથકમાં છેલ્લા 36 કલાકમાં 11 ઇંચ વરસાદ

કાચા મકાનો ધરાશાયી : દેવળીયા ગામે કૂવામાં અચાનક પાણી આવતા રપ કબુતરના મોત

રાણપુર તથા રાણપુર તાલુકાના કાચા સોના જેવા વરસેલા મેઘરાજાએ કયાંક આનંદનો કયાંક દુ:ખ પહોંચાડયુ છે. છેલ્લા 36 કલાકથી થોડો ધીમો તથા થોડો વધારે વરસતો વરસાદ 11.ર0 ઇંચ પડી ચુકયો છે. આ વરસાદના કારણે રાણપુરના નીચાણવાળા અથવા પાણીની જાવકની જગ્યા રોકીને બનાવેલ સોસાયટીમાં કેડ સમાણા પાણી ભરાઇ ગયા છે. સારો વરસાદ થતા રાણપુરની ભાદર અને ગોમા નદીમાં પુર આવતા તાલુકાના દેવળીયા ગામના પંચાયતના પાણીમાં કૂવામાં બેઠેલા રપ કબુતર મૃત્યુ પામેલ છે. જયારે ફોરેસ્ટ ઓફીસર આર.સી.ડોડીયાએ સ્થળ પર પહોંચી જઇ 40 કબુતરને બચાવી લીધેલ છે. બંને નદીમાં પાણી આવતા રોડ કાંઠે રહેતા પરિવારોને રાણપુરની શ્રી રૂ.અ.શેઠ ક્ધયા શાળામાં આશરો આપવામાં આવેલ છે. અતિ વરસાદની પરિસ્થિતિથી માહિતગાર કરવા જિલ્લા કલેકટરને ફોન કરતા કલેકટરે તંત્રને તુરત જ આદેશ આપ્યા હતા. અને જણાવ્યું હતું કે મારી ચાંપતી નજર છે. જ્યારે રાણપુર ટી.ડી.ઓ.ને ત્રણ ત્રણ ફોન કરવા છતાં ઉપાડેલ નહી. રાણપુર તાલુકાના દેવાળીયા ગામે નદીમાં પુર આવતા અન્ય ગામોથી સંપર્ક તુટી ગયો હતો. ઉપરવાસ સારા વરસાદના કારણે રાણપુરને પીવાનું પાણી પુરૂ પાડતા સુખભાદર ડેમમાં નવુ 10 ફુટ પાણી આવતા હાલ ર3 ફુટ જેટલું પાણી થતા લોકોમાં આનંદ છવાયો છે કે હવે 1ર-1ર દિવસે પીવાનું પાણી આવે તેવા દિવસો જોવા નહી પડે. રાણપુરને પીવાનું પાણી પુરૂ પાડતા કૂવા ચિકકાર છલકાઇ ગયા છે. હવે ત્રીજે કે ચોથે દિવસે પીવા માટે પાણી અપાશે તેવું લોકો માની રહ્યા છે.


Loading...
Advertisement