મોરબી યાર્ડમાં ખેડૂતોને કરોડોનું નુકસાન

12 August 2019 03:20 PM
Morbi Business
  • મોરબી યાર્ડમાં ખેડૂતોને કરોડોનું નુકસાન

ચાર-ચાર ફુટ પાણી ભરાઇ ગયા : દુકાનોમાં માલ પલળી ગયો : તત્કાલ સફાઇની પણ જરૂર

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 1ર
મોરબી શહેર અને તાલુકામાં છેલ્લા બે દિવસમાં 15 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે જેથી મોટા ભાગના વિસ્તારો ગઈકાલે સવારથી બેટમાં ફેરવાઈ ગયા હતા આ સમયે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં પણ ચાર ફુટથી વધુ પાણી ભરાઈ જતા વેપારીની દુકાનમાં તેમજ માર્કેટીંગ યાર્ડોમાં પડેલા માલ પણ પાણીમાં પલળી ગયા હતા અને આ માલ પલાળી જવાના કારણે હાલમાં વેપારીઓ તેમજ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેવું માર્કેટીંગ યાર્ડના વેપારીઓનું કહેવાનું થાય છેમોરબી યાર્ડમાં અંદર મોરબી ટંકારા અને માળીયા તાલુકાના ખેડૂતો પોતાની જણસો નું વેચાણ કરવા માટે આવતા હોય છે અને વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી માલની ખરીદી કરવામાં આવ્યા બાદ તેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગત શુક્ર અને શનિવાર દરમિયાન શહેર અને તાલુકામાં બે દિવસમાં કુલ મળીને 15 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો જેથી શનાળા રોડ ઉપરના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા અને આ સમયે મોરબીના માર્કેટીંગ યાર્ડની અંદર પણ ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેથી યાર્ડ માં દુકાન ધરાવતા વેપારીઓની દુકાન તેમજ શેડ પણ પાણીમાં ડૂબી જતા માલ પલળી જવાથી વેપારીઓ સહિતનાને મોટું નુકસાન થયું છે.
વેપારી એસો.ના પ્રમુખ રજનીભાઈ પટેલે કહ્યું હતું કે અત્યારે આ માર્કેટીંગ યાર્ડમાં અંદર ઘઉં, એરંડા, ગુવાર, બાજરો, તલ જીરુ સહિતની જણસી યાર્ડમાં પડી હતી તે ગઈકાલે યાર્ડમાં પાણી ભરાવાના લીધે પાણીમાં ડૂબી ગઈ હતી જેથી કરીને ખેડૂતો તેમજ યાર્ડમાં દુકાન ધરાવતા વેપારી અને હાલમાં સાંજે એક વેપારીના કહેવા પ્રમાણે દરેક વેપારીને અંદાજે બે લાખથી લઈને 10 લાખ સુધીનું નુકસાન આ પાણી ભરાવાના કારણે થયેલ છે અને યાર્ડમાંથી ગંદકીને વહેલી તકે દુર નહિ કરવામાં આવે તો આગામી સમયમાં રોગચાળો પણ ફાટી નીકળે તેવી શક્યતા છે.


Loading...
Advertisement