પાનખર કે ઠંડી ઋતુમાં જન્મેલા બાળકોમાં તનાવનો ખતરો વધુ હોય છે

12 August 2019 02:52 PM
Health Off-beat
  • પાનખર કે ઠંડી ઋતુમાં જન્મેલા બાળકોમાં તનાવનો ખતરો વધુ હોય છે

ઈંગ્લેન્ડની કારડ્રિફ યુનિવર્સીટીનાં સંશોધકોનો દાવો

લંડન તા.12
પાનખર કે ઠંડીની ઋતુમાં જન્મેલા બાળકોમાં સિજોફ્રેનિક જેવી બિમારી કે હતાશાનો ખતરો વધારે હોય છે. તે હાલમાં એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે.
આ વૈજ્ઞાનિકોએ સંશોધન દરમ્યાન જાણ્યું કે પાનખર અને ઠંડીની ઋતુ દરમ્યાન બાળકોને જન્મ આપનારી માતાઓનાં થૂકમાં સ્ટ્રેસ હોર્મોન કોર્ટીસલની માત્રા વધારે હતી.
સંશોધકોના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થામાં સ્ટ્રેસ હાર્મોન કોર્ટીસલની માત્રા વધારે હોવાના કારણે બાળકોમાં મોટા થયે મગજનો વિકાર થવાની સંભાવના વધી જાય છે.
કારડ્રીક યુનિવર્સીટીનાં સંશોધકોએ જણાવ્યું હતું કે આ શોધ પ્રથમ શોધ છે. જેમાં ગર્ભાવસ્થા દરમ્યાન માતાઓના થુંકમાં કોર્ટીસલના સ્તર પર ઋતુના પ્રભાવનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.સંશોધકોએ 316 મહિલાઓ પર આ સંશોધન કર્યું હતું.
કોર્ટીસલ એડ્રીનલ ગ્લેન્ડ દ્વારા બનાવવામાં આવે છે. તેને સ્ટ્રેસ હોર્મોન પણ કહે છે. કારણ કે જયારે વ્યકિત ડરેલો હોય છે. ત્યારે મોટી માત્રામાં તેનું નિર્માણ થાય છે. ગર્ભાવસ્થામાં કોર્ટીસોલનું સ્તર પ્રાકૃતિક રીતે વધે જ છે અને તે વય જાતિ અને નસલ પર પણ નિર્ભર હોય છે.


Loading...
Advertisement