બોટાદ જીલ્લાના રાણપુરના ખસમાં નવનિર્મિત પુલ વરસાદમાં ધોવાઈ ગયો

12 August 2019 01:02 PM
Botad

(દિનેશ બગડીયા) બોટાદ તા.12
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામ નજીક જે પુલ નીચે ઉતાવળી નદીનું પાણી આગળ જાય છે.
આ પુલ નજીકના સમયમાં બન્યો છે પરંતુ પુલનું કામ ભ્રષ્ટાચારથી ખરડાયેલુ હોવાથી માત્ર થોડાક જ વરસાદ સાથે પુલનું ધોવાણ થઈ ગયું છે. સાથોસાથ કપચીઓ ઉડવા લાગી છે. ત્યારે આ પુલ કામ અંગે ભ્રષ્ટાચારની ગંધ આવે છે?
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાના એવા ખસ ગામ જે બોટાદથી 8 કિલોમીટર દુર આવેલુ છે. આ ગામ સાથે બોટાદથી નીકળેલી ઉતાવળી નદી પસાર થાય છે. આ નદી ઉપર કોઝવે હતો જેના કારણે ચોમાસામાં વારંવાર નદીમાં પુરના પાણી આવતા ખસ તેમજ તેની આજુબાજુના આઠથી દસ ગામડાઓ માટે રોડ હોવાથી ગામડાઓના લોકોનું હટાણું હોસ્પિટલ- પાક પાણીના વેચાણ કરવા બોટાદ આવવા જવા મુશ્કેલી પડતી હતી.
આ વિસ્તારના લોકોએ મુખ્યમંત્રી સુધી કોઝવેની જગ્યાએ ઓવરબ્રીજ બનાવવાની માંગણીના પગલે આ ઉતવળી નદી ઉપર હજુ હમણાં જ પુલ બનાવવામાં આવ્યો છે. પણ આ પુલનું કામ બોગસ થયુ હોવાથી? આ પુલનું ધોવાણ થઈ ગયું. મોટી કપચી નાની કપચીઓ રેતીઓ ઉડી રહી છે ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પુલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ નાના એવા ગામમાં ચોરે ને ચૌટે થાય છે.
કોન્ટ્રાકટરો પુલ બનાવે રસ્તાઓ બનાવે આરસીસીના રોડ બનાવે અને તુરત જ તુટી જાય તો જવાબદારી કોની કહેવામાં આવે છે. તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કે નગરપાલિકાઓ વરસોથી નાના અધિકારીઓ ચુંટાયેલા સભ્યો, પ્રમુખ, ઉપપ્રમુખ, બાંધકામના ચેરમેન ઓવરશીયલ દરેકના કમીશનો બંધાયેલા હોય જે દરેકને પોત પોતાનું કમીશન મળી જાય પછ કોન્ટ્રાકટરના ચેક પાસ થાય છે. પ્રજાના પૈસા કયા સુધી વેડફસો કેન્દ્ર લેવલે રાજય લેવલે ભાજપના નેતાઓ મોટી મોટી વાતો કરે છે. આવા ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે કયારે પગલા લેશે તેવા સવ9લો ગામડાઓમાં અને શહેરોમાં ઉઠયા છે.


Loading...
Advertisement