પાક.માં પર્ફોમન્સ માટે મીકાસિંઘને રૂા.1 કરોડની ફી ચૂકવવામાં આવી હતી

12 August 2019 12:38 PM
Entertainment World
  • પાક.માં પર્ફોમન્સ માટે મીકાસિંઘને રૂા.1 કરોડની ફી ચૂકવવામાં આવી હતી

પાકમાં ઈમરાન સરકાર સામે અને ભારતમાં પંજાબી ગાયક સામે આક્રોશ

નવી દિલ્હી: પાકિસ્તાનના એક અબજોપતિની પુત્રીના લગ્ન સમારોહમાં ભારતના પોપગાયક મીકાસિંઘના પર્ફોમન્સથી પાકમાં ભારે વિવાદ સર્જાયો છે અને એક તરફ ભારત સાથેના ડિપ્લોમેટીક સંબંધોને ડાઉનગ્રેડ કરવા અને વ્યાપારી સંબંદો અટકાવવા વચ્ચે શા માટે મીકાસિંઘ અને તેના 14 વ્યક્તિઓના ટ્રુપનો વિસારદ ન થાય તે પ્રશ્ર્ન અહીના અખબારોમાં પુછાઈ રહ્યો છે. ગત તા.8ના પાકના કરાચી શહેરમાં અહીના અબજોપતિની પુત્રીના લગ્નમાં પર્ફોમ કરવા મીકાને બોલાવાયો હતો. આ અબજોપતિ પાકના પુર્વ શાસક જનરલ પરવેઝ મુશર્રફના એક નજીકના સંબંધી છે. પાકના વિપક્ષોએ પણ ઈમરાન સરકાર પર પસ્તાળ પાડી છે. આ લગ્નમાં વરરાજા ભારતીય પોપગાયક મીકાનો મોટો ચાહક છે અને તેના આગ્રહથી દુલ્હન પક્ષે ભારતીય ગાયક મીકાસિંઘને ખાસ બોલાવ્યો હતો જે દુબઈ જઈને પાક પહોંચ્યો હતો અને તેણે અન્ય તમામ સુવિધા સાથે રૂા.1 કરોડની ફી વસુલી હતી. મીકાસિંઘના આ પાક પર્ફોમન્સથી તેના ભારતીય ચાહકો પણ નાખુશ છે અને ભારતે તેને ખ્યાતિ નાણા અપાવ્યા પણ છતાં તે એવા દેશમાં પર્ફોર્મ કરવા ગયો જયાં ભારતીય ફીલ્મો અને કલાકારો પર પ્રતિબંધ છે.


Loading...
Advertisement