આ...છે... ધોનીની નવી કાર!

12 August 2019 12:33 PM
Sports
  • આ...છે... ધોનીની નવી કાર!


રાંચી: ઈન્ડીયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો બાઈક અને કાર માટેનો પ્રેમ જગજાહેર છે. એવામાં મિસિસ ધોની એટલે કે સાક્ષીએ ધોનીની નવી કારનો ફોટો સોશ્યલ મીડીયામાં શેર કર્યા છે. ધોનીની ગેરેજમાં ઉભેલી નવી જીપ ગ્રેન્ડ ચેરોકીનો ફોટો શેર કરતાં સાક્ષીએ લખ્યું કે ‘વેલકમ હોમ રેડબિસ્ટ! ધોની તારું નવું રમકડું ઘરે આવી ગયું છે. તને ખૂબ યાદ કરું છું.’
ધોનીના ઘરે પહોંચેલી આ નવા એડીશન ધરાવતી કારની કિંમત ભારતમાં 80-90 લાખ રૂપિયા છે. ધોનીના ઘરે ફરારી 599 જીટીઓ, હમર એચર, જીએમસી સીએરા જેવી ફોર-વ્હીલર્સ છે, જયારે કાવાસાકી નિન્જા એચર, કોન્પીડરેટ હેલકટ, બીએસએ, સુઝુકી હાયાબુશા અને નોર્ટન વિન્ટેજ સહીત અન્ય બાઈકનું
કલેકશન છે.
હાલમાં ધોની જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનામાં સેવા આપી રહ્યો છે અને 15 ઓગષ્ટ સુધી તે તેની બટેલ્યન સાથે રહેવાનો છે.


Loading...
Advertisement