હાજીપીરમાં રપ0 લોકોનું હેલીકોપ્ટરથી રેસ્કયુ : પોરબંદરમાં હજુ બચાવ કાર્ય

12 August 2019 10:26 AM
kutch Gujarat Saurashtra
  • હાજીપીરમાં રપ0 લોકોનું હેલીકોપ્ટરથી રેસ્કયુ : પોરબંદરમાં હજુ બચાવ કાર્ય
  • હાજીપીરમાં રપ0 લોકોનું હેલીકોપ્ટરથી રેસ્કયુ : પોરબંદરમાં હજુ બચાવ કાર્ય
  • હાજીપીરમાં રપ0 લોકોનું હેલીકોપ્ટરથી રેસ્કયુ : પોરબંદરમાં હજુ બચાવ કાર્ય
  • હાજીપીરમાં રપ0 લોકોનું હેલીકોપ્ટરથી રેસ્કયુ : પોરબંદરમાં હજુ બચાવ કાર્ય
  • હાજીપીરમાં રપ0 લોકોનું હેલીકોપ્ટરથી રેસ્કયુ : પોરબંદરમાં હજુ બચાવ કાર્ય

કચ્છમાં બચાવ ટીમો એકશનમાં : એનડીઆરએફ જવાનોએ શ્રમિકોને ઉગાર્યા : પોરબંદરમાં છ માછીમારના મોત : એક હોડી દરિયામાંથી ઉગારાઇ

ભુજ/રાજકોટ, તા. 1ર
કચ્છને મેઘરાજાએ 36 કલાક સુધી ધમરોળ્યા બાદ સરહદી હાજીપીરમાં એનડીઆરએફની ટીમે રપ0 લોકોને હેલીકોપ્ટરની મદદથી બચાવ્યા છે અને હજુ 100 જેટલા લોકોનું રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યાનું જાણવા મળેલ છે. તો પોરબંદરના દરિયામાં ત્રણ હોડી ડૂબતા છ માછીમારના મોત બાદ વધુ બે બેટની શોધખોળ ચાલુ હોવાના અહેવાલ છે.
પ્રણાલીગત રીતે દુષ્કાળનો મુલક ગણાતા કચ્છમાં વરસાદે 36 કલાકમાં તરબતર કરી નાખ્યું છે અને ખાસ કરીને પશ્ચિમ કચ્છના અબડાસા,નખત્રાણા અને લખપત તાલુકાઓમાં શનિવારની મધ્યરાત્રિ બાદ 15થી20 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં આ વિસ્તારોમાં લગભગ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને હજુ
અનેક વિસ્તારો સંપર્કવિહોણા બની ગયા છે.ભારે વરસાદને પગલે હાજીપીર નજીકના રણવિસ્તારમાં ફસાયેલા અંદાજે 250 જેટલા લોકોને વાયુદળના હેલીકોપટર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા.
છેક મોરબીથી એનડીઆરએફની ટુકડીને આ વિસ્તારમાં મોકલાઈ હતી અને બીજા સંખ્યાબંધ લોકોને હોડી દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.અબડાસા તાલુકામાં અત્યાર સુધી 600 મિમિ.જેટલો વરસાદ થવા પામ્યો છે અને મુખ્મથક નલિયા હજુ પણ પાણીથી ઘેરાયેલું છે.પશ્ચિમ કચ્છમાં ખેડૂતોએ કરેલી વાવણી ધોવાઈ જવા પામી છે.ભુજ-નલિયા વચ્ચેના વાહનવ્યવહારને અસર થવા પામી છે.
કચ્છના બારડોલી સમાન નખત્રાણામાં પણ ભારે વરસાદથી આંતરિક માર્ગો તૂટ્યા છે અને મુખ્ય બજારોના રસ્તાઓમાં ગાબડાં પડી જતાં લોકોને ભારે હાલાકી પડવા પામી છે.
પશ્ચિમ કચ્છ ઉપરાંત પૂર્વ કચ્છના ભચાઉ અને રાપર તાલુકાઓમાં પણ વરસાદે પૂર જેવા દ્રશ્યો ખડાં કર્યા છે. ભારે વરસાદને કારણે સામખિયાળીના રેલવે સ્ટેશનમાં પાણી ભરાઈ જતાં તેમાંથી કેટલાક શ્રમિકોને ઉગારી લેવાયા હતા.
દરમ્યાન, કચ્છમાં થયેલા વરસાદને પગલે જિલ્લાની માધ્યમ કક્ષાની યોજનાના દસ જેટલા ડેમો છલકાઈ જવા પામ્યા છે જેમાં લખપત તાલુકા ના ગોધાતડ,સંઘરો,નરા અને ગજળપર, અબડાસાના કનકાવતી,જંગડિયા,બેરાચીયા અને મીઠી તેમજ નખત્રાણા તાલુકાના મથલ અને રાપર તાલુકાના સૂવઈ ડેમનો સમાવેશ થાય છે.અન્ય દસ જેટલા ડેમોમાં નવા નીર આવી ચુક્યા છે.આ ઉપરાંત નાની સિંચાઇના 170 માંથી 74 ડેમ છલકાઈ ચુક્યા છે.પુરાણ પ્રસિદ્ધ યાત્રાધામ નારાયણ સરોવરમાં આવેલું પવિત્ર સરોવર પણ છલકાઈ જવા પામ્યું છે.
હેલીકોપટર રેસ્ક્યુ
કચ્છમાં ગત રાત્રે પડેલાં અતિ ભારે વરસાદના લીધે રણકાંધીના હાજીપીર નજીક આવેલી સત્યેશ બ્રાઈનકેમ ફેક્ટરીના ફસાઈ ગયેલાં 310 મજૂરોને એનડીઆરએફ અને એરફોર્સની મદદથી બચાવી લેવામાં આવ્યાં હતા.
ગત મધરાત્રે મજૂરો ફસાયાં હોવાની માહિતી જિલ્લા કંટ્રોલ રૂમને મળી હતી. દરમિયાન, મધરાત્રે મોરબીથી કચ્છ આવી ગયેલી નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ ટીમના પંદરેક જણાંને હાજીપીર મોકલાયાં હતા. ઘટના અંગે જાણ થતાં પશ્ચિમ કચ્છ એસપી સૌરભ તોલંબિયા અને ભુજના પ્રાંત અધિકારી રાઠોડ પણ સ્થળ પર દોડી ગયાં હતા. કંપનીને જોડતાં એકમાત્ર રસ્તા પર ચોતરફ ઘોડાપૂર ફરી વળ્યાં હોઈ 300થી વધુ કામદારોને ઝડપથી બહાર કાઢી શકાય તેમ નહોતું. જેથી તંત્રએ ભારતીય વાયુદળની મદદ લીધી હતી.
સ્થળ પર હાજર એસપી તોલંબિયાએ જણાવ્યું હતું કે અત્યારસુધી 310 મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે. હજુ પણ અન્ય 10થી 15 લોકો હોવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ 123 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે અને બાકીનાને બોટ મારફતે ઉગારી લેવામાં આવ્યાં છે. હજુ પણ થોડાંક કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલે તેવી સંભાવાના છે.
પોરબંદર
શુક્રવાર સા:જથી શનિવારે બપોર સુધી ધીમી ધારે વરસી રહેલા વરસાદને પગલે પોરબંદરનો દરિયો તોફાની બન્યો હતો. જેને પગલે શનિવારે દરિયામાં ગયેલી 3 નાની હોળી ડૂબી જતા 6 માછીમારોના મોત થયા હતા. 3 હોળી અને 14 માછીમારો લાપતા બનતા કોસ્ટગાર્ડ દ્વારા લાપતા બનેલા માછીમારોને શોધી કાઢવા રેસ્કયુ હાથ ધરાયું હતું. જે રેસ્કયુ દરમ્યાન 1 હોળી અને માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા.
દીપસાગર, રામેશ્ર્વર અને હરિપ્રસાદ નામની 3 હોળી અને તેમાં સવાર માછીમારો લાપતા બન્યા હતા જેને શોધી કાઢવા કોસ્ટગાર્ડ દ્વારા શરૂ કરાવેલ રેસ્કયુ દરમ્યાન કોસ્ટગાર્ડની શીપ સમુદ્રપાવક અને હેલીકોપ્ટરની નજરે સમુદ્રમાં ફસાયેલી હરિપ્રસાદ ચડતા તેમાં સવાર 4 માછીમારોને બચાવી લેવાયા હતા. હોળીને કોસ્ટગાર્ડની શીપ સાથે ટો કરી પોરબંદર લાવવામાં આવી હતી.


Loading...
Advertisement