કાશ્મીર ટુરીઝમ થોભો અને રાહ જુઓ

10 August 2019 07:06 PM
India Jammu Kashmir Travel
  • કાશ્મીર ટુરીઝમ થોભો અને રાહ જુઓ

‘વિશ્ર્વાસ’ બેસે પછી જ નવું રોકાણ: સરકાર પણ સ્થાનિક રોજગારીને ભાર આપશે

નવી દિલ્હી: કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ 370ની નાબુદી બાદ ખીણ ક્ષેત્ર ફરી એક વખત સહેલાણીઓનું સ્વર્ગ બની જશે તેવી કલ્પનાથી રોમાંચ જરૂર થાય છે પણ હાલ ખાસ કરીને કાશ્મીર ટુરીઝમ સાથે સંકળાયેલા અધિકારીઓએ હજુ ‘રાહ’ જોવાની સલાહ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખીણની ખૂબસૂરતી વચ્ચે ફિલ્મોનું શુટીંગ ફરી શરૂ કરવા બોલીવુડને આમંત્રણ આપી દીધું છે. જે કાશ્મીરના ટુરીઝમ માટે શ્રેષ્ઠ બ્રાન્ડ એમ્બેસેડર બની શકે છે. રાજયમાં ત્રાસવાદના પડછાયા હેઠળ પણ અમરનાથ યાત્રીકો સહીત 3 કરોડ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી અને તેમાં 80 લાખ વૈષ્ણોદેવીના દર્શનાર્થી હતા. ઈન્ડીયન ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર પ્રનબ સરકાર કહે છે કે એક વખત તનાવ થશે. ખત્મ અને કાશ્મીર ટુરીઝમ એક નવી ઉંચાઈને આંબશે. ઈન્ડીયન હોટેલ કંપનીની પુનીમ અટવાય ના જણાવ્યા મુજબ કોઈ ઝડપથી અહી મૂડીરોકાણ કરવા દોડશે નહી. કાશ્મીરના લોકોને પણ તૈયાર કરવા પડશે. સ્થાનિક રોજગારીનેજ મહત્વ આપવાનું રહે. જો કે હોટેલ ક્ધસલ્ટન્સી એસ.વી.એસ.ના જણાવ્યા મુજબ ધ પાર્ક શેરેગેન, રેડીસન સહીતની હોટેલ ચેઈન લાંબા સમયથી તેના પ્રોજેકટ પર તૈયાર છે.


Loading...
Advertisement