નેશનલ અવોર્ડ મળતાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખુશી થઈ રહી છે: અભિષેક શાહ

10 August 2019 07:04 PM
Entertainment
  • નેશનલ અવોર્ડ મળતાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખુશી થઈ રહી છે: અભિષેક શાહ

ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં પહેલી વાર બેસ્ટ ફીચર ફીલ્મનો અવોર્ડ મળ્યો હેલ્લારોને

મુંબઈ: ગુજરાતી ફીલ્મ ‘હેલ્લોરો’ને બે નેશનલ ફીલ્મ એવોર્ડસ મળ્યાં છે. આ ફીલ્મના રાઈટર અને ડીરેકટર અભિષેક શાહ છે. અભિષેક રાઈટર, ડીરેકટર અને એકટરની સાથે કાસ્ટીંગ ડિરેકટર પણ છે. તેમણે ઘણી જાણીતી ગુજરાતી ફીલ્મોનું કાસ્ટીંગ કર્યું છે. તેઓ ખૂબ જ સારા થિયેટર રાઈટર પણ છે. ‘હેલ્લોરો’ના ડાયલોગ સૌમ્ય જોશીએ લખ્યા છે. આ ફીલ્મમાં કચ્છની ધરાની સ્ટોરી દેખાડવામાં આવી છે. ફીલ્મમાં નારી સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો છે. આ ફીલ્મ ઓકટોબરમાં રિલીઝ થવાની છે. 66 વર્ષનાં ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યું છે જયારે કોઈ ગુજરાતી ફીલ્મને આ સન્માન મળ્યુ હોય. આ વિશે વધુ જણાવતાં અભિષેક શાહે કહ્યું હતું કે ‘અમારી ફીલ્મ ‘હેલ્લોરો’ને ભારત સરકાર દ્વારા બેસ્ટ ફીચર ફીલ્મ માટે નેશનલ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતી સિનેમા અને 66 વર્ષનાં નેશનલ એવોર્ડસનાં ઈતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જયારે કોઈ ગુજરાતી ફિલ્મને આ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. એથી હું અને મારી આખી ટીમ ખૂબ ખુશ છીએ. સાથે જ અમારી ફીલ્મને પહેલીવાર રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે. હું આજે ગુજરાતી સિનેમા માટે ખૂબ આનંદ અનુભવી રહ્યો છું.’


Loading...
Advertisement