57% ડોકટરો ઊંટવૈદ છે: 2018માં સરકારની ના, 2019માં હા

10 August 2019 07:01 PM
Health India
  • 57% ડોકટરો ઊંટવૈદ છે: 2018માં સરકારની ના, 2019માં હા

હુનો રિપોર્ટ નકારનારી સરકારે મેડીકલ પંચ એકટ માટે એ ટાંકયો

નવી દિલ્હી તા.9
ભારતમાં એલોપથીની પ્રેકટીસ કરતા મોટાભાગના ઘોડા ડોકટર છે. સરકારે પહેલાં ના પાડી હતી, હવે કહે છે હા. ભારતમાં હેલ્થ વર્કફોર્સ સંબંધી હુના 2016ના હેવાલમાં 57.3% એલોપેથીક મેડીસીનની પ્રેકટીસ કરનારા જરૂરી લાયકાત ધરાવતા ન હોવાનું જાહેર કરાતાં ખળભળાટ મચી ગયો હતો.
એ વખતના આરોગ્ય પ્રધાન જે.પી.નડ્ડાએ જાન્યુઆરી 2018માં રિપોર્ટને ભુલ ભરેલો ગણાવી હડસેલી મુકયો હતો, પણ હવે એ જ આરોગ્ય મંત્રાલયે નેશનલ મેડીકલ કમીશન એકટમાં કોમ્યુનીટી પ્રેકટીશનર્સ (સીએચપી)ને એલોપથી પ્રેકટીસ કરવા મંજુરી આપવા હુના રિપોર્ટને જ ટાંકયો હતો.
પીઆઈબી દ્વારા 6 ઓગષ્ટે જારી બિલ બાબતે તથ્યોની છણાવટ કરતા ખુલાસામાં જણાવાયું છેકે 57.3% એલોપથી પ્રેકટીસનરો પાસેથી મેડીકલ કવોલિફીકેશન નથી. 2011ના સેન્સસ આધારીત હુના રિપોર્ટ મુજબ, ગ્રામીણ વિસ્તારોમાં મેડીસીનની પ્રેકટીસ કરતા માત્ર 20% પાસે તબીબી લાયકાત છે. એલોપેથીક પ્રેકટીશનર્સ હોવાના દાવો કરતા 31% માત્ર 12 ધોરણ સુધી ભણેલા હતા.
તત્કાલીન આરોગ્ય પ્રધાન નડ્ડાએ 5 જાન્યુઆરી, 2018એ લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે એમબીબીએસ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેકટીશનર તરીકે નોંધણીની લઘુતમ લાયકાત છે અને એથી બધા રજીસ્ટર્ડ ડોકટરો તબીબી લાયકાત ધરાવે છે.


Loading...
Advertisement