જસદણ પંથકના વિકાસ માટે અંગત રસ દાખવનાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની રકતતુલાનું આયોજન

10 August 2019 03:07 PM
Jasdan
  • જસદણ પંથકના વિકાસ માટે અંગત રસ દાખવનાર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની રકતતુલાનું આયોજન

પાંચાળ વિકાસ નવનિર્માણ સમિતિ દ્વારા પ્રસ્તાવ રજૂ કરાશે

સૌરાષ્ટ્રના સાથી અને પાંચાળના કુંવરજીભાઈ બાવળીયાની રક્તતુલા કરી જાહેર અભિવાદન કરશે.
પાંચાળ પ્રદેશના અંતરિયાળ વિસ્તારની પાંચાળ સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરવા તેમજ પુરાતન મૂલ્યોની જાળવણી અને પર્યટન તરીકે વિકસાવવા અને વિશ્વના નકશા ઉપર મૂકવા પાંચાળ વિકાસ નવનિર્માણ સમિતિના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ દેવાલયો અને ગામડાઓની રૂબરૂ મુલાકાત લઇ ઝીણવટ ભરી માહિતી મેળવી, મૂલ્યાંકન કરી, રાજ્ય સરકાર તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબને વિગતવાર રજૂઆત કરી અહેવાલ રજૂ કર્યો હતો.
જે રજુઆતને અનુસંધાને ગુજરાત વિધાનસભા બજેટ 2019-20માં પાંચ કરોડની જોગવાઈ કરતા આ વિસ્તારની પ્રજામાં આનંદની લાગણી ફેલાઇ છે. તેમજ સૌરાષ્ટ્રના સાથી અને પાંચાળ ના લોકપ્રહરી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાને ફુલડે વધાવી રક્તતુલા થી અભિવાદન કરાશે. તેમ પાંચાળ વિકાસ નવનિર્માણ સમિતિના પ્રમુખ વિનોદભાઈ વાલાણી તેમજ સમિતિના સભ્યો ગોપાલભાઈ મકવાણા, આભાર પ્રસ્તાવ રજૂ કરાશે તેમ પાંચાળ વિકાસ બોર્ડ ના પ્રમુખ વિનોદભાઈ વાલાણીની યાદી માં જણાવાયું છે.


Loading...
Advertisement