મહિલાઓની સુરક્ષા માટે બનાવી સ્માર્ટ બંગડી

09 August 2019 07:37 PM
Technology Woman
  • મહિલાઓની સુરક્ષા માટે બનાવી સ્માર્ટ બંગડી

સ્ત્રીઓની સુરક્ષા માટે હૈદરાબાદના હરીશ નામના યુવકે ખાસ સ્માર્ટ બંગડી બનાવી છે. આ બંગડી મહિલા કોઇ મુસીબતમાં છે એની જાણકારી તેના પરિવારજનો, દોસ્તો કે નજીકના પોલીસ સ્ટેશનને મેસેજ કરીને પહોંચાડી શકે છે. કંઇક અનહોની થાય ત્યારે મહિલા પોતાના હાથને એક ચોક્કસ એન્ગલમાં ઘુમાવે ત્યારે બંગડીમાં લાગેલું ડીવાઇસ એકટીવેટ થઇ જાય છે અને તે કયાં છે એના લોકેશન સહિત પરિવારજનોને મેસેજ મોકલે છે. જો કોઇ બીજી વ્યકિત આ બંગડીને પકડીને કાઢવાની કોશીશ કરશે તો એની બહારની સપાટી પર પકડનારને ઝટકો પણ આપશે.
દરેક મહિલાઓ હાથમાં ચૂડી કે બ્રેસલેટ પહેરતી જ હોય છે એવામાં આ શ્રૃંગારના સાધનો જ જો તેમની સેફટીનું કામ કરે તો એનાથી રૂડુ બીજું શું?


Loading...
Advertisement