IIIC સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા કાલે સેમિનાર

09 August 2019 06:44 PM
Rajkot Health
  • IIIC સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા કાલે સેમિનાર

પેટન્ટ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પડાશે

રાજકોટ તા.9
આઇ.આઇ.આઇ.સી. સૌરાષ્ટ્ર યુનિ. અને ગુજરાત ટેકનોલોજી યુનિ.ના સંયુકત ઉપક્રમે આવતીકાલે તા.10ને શનિવારે હેમુ ગઢવી હોલમાં નીડ ઓફ આઇ.પી.આર. ઇન સ્ટુડન્ટ ઇનોવેશન એન્ડ એન્ટર પ્રિનિયર શીપ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.
વિદ્યાર્થીઓમાં પેટન્ટ અંગેની જાગરૂકતા લાવવાના ઉદેશથી યોજાનારા આ સેમિનારમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના કુલપતિ ડો.નવીનભાઇ શેઠ તથા એડવાઇઝર પદમીનબુચ તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.ના સીઇઓ ડો.ચંદન ચેટર્જી દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પડાશે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા પણ હાલ પેટન્ટ ફાઇલીંગને પ્રોત્સાહન આપવા માટે અલગ-અલગ સ્કીમો બહાર પાડવામાં આવી રહી છે. ત્યારે આ સેમિનારમાં વિદ્યાર્થીઓને આ બાબતે જરૂરી માહિતી અપાશે.


Loading...
Advertisement