વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સુપર-રિચ સરચાર્જમાંથી મુક્તિ

09 August 2019 04:34 PM
Budget 2019 India
  • વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોને સુપર-રિચ સરચાર્જમાંથી મુક્તિ

ગેઝેટ નોટીફીકેશન અથવા વટહુકમ જારી થશે

નવી દિલ્હી તા.9
સરકાર વિદેશી રોકાણકારા, એટલે કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) પર સરચાર્જ લગાવવાના નિર્ણયનો પુન: વિચાર કરી શકે છે. જો કે સુપરરિચ માટે આ સરચાર્જ યથાવત રહેશે, પણ એફપીઆઈને એમાંથી બાકાત રખાશે.
અહેવાલો મુજબ, વડાપ્રધાનના દફતરમાં નાણા મંત્રાલયના અધિકારીઓની બેઠક પછી આ નિર્ણય લેવાયો છે. એફપીઆઈ પરનો સરચાર્જ હટાવી લેવામાં આવશે તો સરકારને 400 કરોડની આવકનું નુકશાન જશે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર અધિસૂચના ગેઝેટ દ્વારા અથવા વટહુકમથી એફપીઆઈને સરચાર્જમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી શકે છે. વટહુકમનો આશ્રય લેવાશે તો એને સંસદની મંજુરી જરૂરી બનશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં અમીરો-સુપરરિચ પર સરચાર્જ લેવાની જાહેરાત કરી અનેપછી વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સતત વેચવાલ રહ્યા છે. 1 જુલાઈથી અત્યાર સુધી એફપીઆઈ મુડી બજારમાં લગભગ 20000 કરોડના શેર વેચી ચૂકયા છે.


Loading...
Advertisement