ઈતિહાસમાં પ્રથમવાર નર્મદા ડેમ ભર ‘પૂર’: જળસ્તર રેકોર્ડ સ્તરે નર્મદાના 25 દરવાજા ખોલાયા

09 August 2019 11:57 AM
Ahmedabad Gujarat Saurashtra
  • ઈતિહાસમાં પ્રથમવાર નર્મદા ડેમ ભર ‘પૂર’: જળસ્તર રેકોર્ડ સ્તરે નર્મદાના 25 દરવાજા ખોલાયા
  • ઈતિહાસમાં પ્રથમવાર નર્મદા ડેમ ભર ‘પૂર’: જળસ્તર રેકોર્ડ સ્તરે નર્મદાના 25 દરવાજા ખોલાયા
  • ઈતિહાસમાં પ્રથમવાર નર્મદા ડેમ ભર ‘પૂર’: જળસ્તર રેકોર્ડ સ્તરે નર્મદાના 25 દરવાજા ખોલાયા
  • ઈતિહાસમાં પ્રથમવાર નર્મદા ડેમ ભર ‘પૂર’: જળસ્તર રેકોર્ડ સ્તરે નર્મદાના 25 દરવાજા ખોલાયા

ડુબાડુબ તરીકે જાણીતા ગોરા બ્રીજ પર 25 ફૂટ પાણી; અવરજવર બંધ: ત્યાગીઘાટ પણ પાણીમાં ડૂબ્યો: કાંઠાના સંખ્યાબંધ ગામોને એલર્ટ કરાયા:મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે નર્મદા ડેમે પહોંચી પૂજા કરી: ગુજરાત માટે ઐતિહાસીક ઘટના

અમદાવાદ તા.9
ગુજરાતની જીવાદોરી સમી સરદાર સરોવર યોજના નર્મદા ડેમમાં ઈતિહાસ રચાયો છે. નર્મદા ડેમની સપાટી 131.18 મીટરના ઐતિહાસીક સ્તરે પહોંચી છે. ડેમના 25 દરવાજા ખોલવામાં આવ્યા હતા. આ ઐતિહાસીક ઘટનાક્રમને પગલે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે નર્મદા ડેમ ખાતે પૂજા કરી હતી.ગુજરાતના અનેક શહેરોની તરસ છીપાવતા નર્મદા ડેમમાં છેલ્લા બે દિવસથી જળસ્તરમાં ધરખમ વધારો થવા લાગ્યો હતો. ઉપરવાસનાં ભારે વરસાદને કારણે પાણીની જંગી આવક હતી. નર્મદા ક્ધટ્રોલ ઓથોરીટીની સુચના પ્રમાણે જેમ 131 મીટર સુધી જ ભરવાનો રહેતો હોવાથી વધારાનું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Image result for cm rupani in narmada dem

સરદાર સરોવર યોજનાના સુત્રોએ જણાવ્યું છે કે મધરાત્રે જ નર્મદા ડેમની સપાટી 131 મીટરે પહોંચી ગઈ હતી એટલે વધારાનું પાણી છોડવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો જે અંતર્ગત 25 દરવાજા 0.92 ઈંચ ખોલવામાં આવ્યા છે. કયુસેક પાણીની આવક સામે 96000 કયુસેકની આવક છે ડેમમાં જળસ્તર 131 મીટરે ફાળવવા માટે વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમની સપાટી 131 મીટર થતા દસ દરવાજા ખોલવાનું નકકી થયુ હતું. પરંતુ જંગી આવકોની વધુ નિકાસ જરૂરી બનતા 25 દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડુબાડુબ તરીકે જાણીતો ગોરા બ્રીજ બંધ કરી દેવામાં આવ્યો હતો. જયાં 25 ફૂટ પાણી ભરાયા છે. આજ રીતે ભારતી આશ્રમ નજીકનો ત્યાગી ઘાટ પાણીમાં ગરકાવ થયો હતો.

Image result for cm rupani in narmada dem

નર્મદા ડેમના દરવાજા ખોલવાનું અગાઉથી જ નકકી કરી લેવામાં આવ્યું હતું. એટલે વડોદરા, નર્મદા તથા ભરૂચ જીલ્લાનાં સંખ્યાબંધ ગામોને સાવધ કરી દેવાયા હતા. ડેમના પાણી ગામોમાં ઘુસવાની આશંકાથી કાંઠાળ ગામોનાં લોકોને સાવધ રહેવાની સુચના આપવામાં આવી હતી અને વહીવટી તંત્રને પણ એલર્ટ કરવામાં આવ્યુ છે.નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે આ ઐતિહાસીક ઘટનાક્રમના સાક્ષી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ વગેરે પણ બન્યા હતા. તેઓ આજે સવારે નર્મદા ડેમ પર પહોંચી ગયા હતા અને પુજા કરી હતી.

Image result for cm rupani in narmada dem

નર્મદા ડેમનું જળસ્તર 131.18 મીટર રહ્યું છે. પ્રથમ વખત પાણીનુ લેવલ આ સ્તરે પહોંચ્યુ છે. અનેક ભાગોમાં નર્મદાનાં પાણી પહોંચાડવામાં આવે છે. નર્મદા ડેમમાં ચાલુ વર્ષે લોકોની તરફ છીપાવી શકાય તેટલુ પાણી આવી ગયુ છે.

Related image

બે વર્ષે રીવરબેડ પાવર હાઉસનાં તમામ વિજ ઉત્પાદન યુનિટો ચાલુ થયા
નર્મદા ડેમ સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ઉપરાંત વિજ ઉત્પાદનની પણ ગોઠવણ છે. ડેમનું જળસ્તર 131 મીટરને પણ વટી જતા બે વર્ષ પછી પ્રથમ વખત રિવર બેડ પાવર હાઉસનાં તમામ યુનિટો ચાલુ કરી દેવામાં આવ્યા છે.1200 મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા યુનિટો છે જે બે વર્ષે ચાલુ થઈ શકયા છે.


Loading...
Advertisement