ઉનામાં અગાઉના ઝગડાના મનદુ:ખ પ્રશ્ર્ને યુવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ

08 August 2019 05:12 PM
Porbandar
  • ઉનામાં અગાઉના ઝગડાના મનદુ:ખ પ્રશ્ર્ને યુવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ

કાર ચાલક અને યુવાનની પોલીસે સામસામી ફરીયાદ લીધી

ઉના ટાવર ચોક પાસે શખ્સે પોતાની કાર લઇ યુવાન પર ચડાવવાનો પ્રયાસ કરતા અને સામા વાળો શખ્સે પણ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા બન્ને શખ્સો વિરૂધ સામ સામી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસ આગળની તપાસ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મણિલાલ રામજીભાઈ ચાંદોરાએ ટાવર ચોક પાસે પોતાની કાર લઈ આવી પ્રકાશ ગૌસ્વામી સાથે આગાઉ થયેલ ઝઘડાનું મન દુ:ખ રાખી પ્રકાશ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરતા સફળ થયેલ ન હોય જેથી પોતાની કાર ઉભી રાખી ત્યાર બાદ પ્રકાશ ગૌસ્વામીએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી જે બનાવ બાદ મણિલાલ ઉના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવા આવેલ અને બન્ને શખ્સોની સામસામે ફરીયાદ નોંધાવેલ હતી. પોલીસે બન્ને શખ્સોને લોકઅપમાં રાખેલ ત્યારે મણિલાલ ચાંડોરાં પોતે પત્રકાર હોય અને પત્રકારને લોકઅપમાં પોલીસ ન રાખી શકો તેમ કહી પોલીસને પોલીસ સ્ટેશનમાં પોતે પત્રકાર તરીકે રોફ જમાવી પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે અભદ્ર શબ્દોમાં ગેરવર્તન કરી પોતાના પરિવારને બોલાવેલ અને પોલીસને કહેલ કે તને છેડતીના કેસમાં ફિટ કરાવી દઈશ. અને મારી પત્ની સાથે બિભાસ્તં માંગણી કરી હોવાની પોલીસને ધમકી આપી હતી.
આ બાબતે પોલીસે કરેલી પોલીસની કાર્યવાહીમાં પત્રકાર હોવાનો દાવો કરી પોલીસને દબાવવાના પ્રયત્ન કરી પોલીસને ખોટી રીતે દબાણ કરેલ હતું. પરંતુ પોલીસે કોઈપણ જાતના દબાણ વગર પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Loading...
Advertisement