મંદી ધાર્યા કરતા લાંબી ચાલશે: એકસીસ બેંક સીઈઓનું તારણ

07 August 2019 04:53 PM
Budget 2019
  • મંદી ધાર્યા કરતા લાંબી ચાલશે: એકસીસ બેંક સીઈઓનું તારણ

દેશમાં ઔદ્યોગીક મંદી છે તે તો નિશ્ર્ચિત થઈ ગયું છે. પરંતુ આ મંદી ધાર્યા કરતા વધુ લાંબી ચાલશે તેવુ તારણ એકસીસ બેંકના સીઈઓ અમિતાભ ચૌધરીએ વ્યક્ત કર્યુ છે. તેઓએ કહ્યું કે તેમાં કોઈ બેમત નથી કે ભારતીય અર્થતંત્ર સ્થગીત થઈ ગયું છે અને નેગેટીવ ઝોનમાં છે. અગાઉ એનબીએફસી અને રીયલ એસ્ટેટ બાદ હવે ઓટો સેકટર પણ મંદીની ઝપટમાં આવી ગયું છે. તેઓએ કહ્યું કે સરકાર પણ હવે મંદીમાંથી ઉગરવા માટે ફકત રીઝર્વ બેંક પર નજર કરી રહી છે. સરકારના હાથ બંધાયેલા છે તે વધુ ખર્ચ કરી શકે તેમ નથી અને તેના કારણે મંદી ધાર્યા કરતા લાંબી ચાલશે. છતાં તેમણે ઉમેર્યુ કે કંપનીઓ મંદીને તકમાં ફેરવી શકે છે.


Loading...
Advertisement