ભારે વરસાદ વચ્ચે સુરત નજીક કીમ પાસે રેલવે ટ્રેક ધોવાયો, મુંબઈ-અમદાવાદનો રેલ વ્યવહાર ઠપ, 42 ટ્રેનો રદ

06 August 2019 09:22 AM
Surat Gujarat Saurashtra Travel
  • ભારે વરસાદ વચ્ચે સુરત નજીક કીમ પાસે રેલવે ટ્રેક ધોવાયો, મુંબઈ-અમદાવાદનો રેલ વ્યવહાર ઠપ, 42 ટ્રેનો રદ

કીમ કોસંબા વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતા અનેક ટ્રેનના પૈડા થંભી ગયા, મુસાફરો મુશેકેલીમાં મુકાયા

સુરત: દક્ષિણ ગુજરાતમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે મુંબઈ-અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો છે. સતત બીજા દિવસે પણ મુંબઈ-અમદાવાદ વચ્ચે ટ્રે્નો રદ તેમજ આંશિક રદ કરવામાં આવી છે. સુરતના કીમ પાસે વરસાદના પાણીના કારણે રેલવે ટ્રેક ધોવાઈ જતા ટ્રેનો કેન્સલ થઈ છે. દેશના બે મહત્ત્વના શહેરો વચ્ચે રેલ વ્યવહાર ખોરવાઈ જતા પેસેન્જરો સહીત ટ્રાન્સપોર્ટેશનને માઠી અસર પહોંચી છે.
Image result for mumbai-ahmedabad-railway-track-washed-out-42-trains-cancelled
મુંબઈ-અમદાવાદ વચ્ચે રેલ વ્યવહાર ઠપ્પ થવાના કારણે 42 ટ્રેન રદ કરવામાં આવી છે જ્યારે 28 ટ્રેન ટુંકા ગાળા માટે રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોને સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે. ટ્રેન વ્યવહાર ખોરવાતા હજારો પ્રવાસીઓ અટવાઈ ગયા છે.
Image result for mumbai-ahmedabad-railway-track-washed-out-42-trains-cancelled
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે પંથકની અનેક નદીઓમાં પૂર આવ્યા છે. ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે રોડ તેમજ રેલ વ્યવહાર ખોરવાયો છે. નેશનલ અને સ્ટેટ હાઇવે સાથે રેલવે માર્ગને પણ અસર પહોંચતા જનજીવનને માઠી અસર પહોંચી છે. રેલ વ્યવહાર બંધ થવાના પગલે લાંબા અંતરની ટ્રેનો પણ રદ થતા મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ગુજરાતમાં હજી પણ વરસાદ વરસે તેવી વકી છે.


Loading...
Advertisement