આ હોસ્પિટલની 29 નર્સો એક સાથે થઈ ગઈ પ્રેગ્નેન્ટ, શું છે કારણ; જાણો વિગતો....

05 August 2019 02:08 PM
India Off-beat Woman World
  • આ હોસ્પિટલની 29 નર્સો  એક સાથે થઈ ગઈ પ્રેગ્નેન્ટ, શું છે કારણ; જાણો વિગતો....

અત્યાર સુધી 20 નર્સની ડિલિવરી થઈ ચુકી છે, વર્ષના અંત સુધીમાં બાકી નર્સોના ઘરે પણ પારણું બંધાશે.

અમેરિકા: એક હોસ્પિટલમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જેમાં ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં એક સાથે 36 નર્સો પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ આ બનાવ મિસૂરીની ચિલ્ડ્રન મર્સી કેનસેસ સિટી હોસ્પિટલનો છે. જે અમેરિકાની સૌથી સારી ચિલ્ડ્રન હોસ્પિટલ છે. અહીં ઇન્સેન્ટિવ કેર યૂનિટ (NICU)ની 36 નર્સો એક જ વર્ષમાં પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. અત્યાર સુધી 20 નર્સોની ડિલિવરી થઈ ચુકી છે. આ વર્ષના અંત સુધીમાં બાકી નર્સોના ઘરે પણ પારણું બંધાશે.

આ હોસ્પિટલે પોતાના ફેસબુક પેજ પર નર્સોની એક ગ્રુપ તસવીર શેર કરી છે. આમાં કેપ્સન લખવામાં આવ્યું છે કે, "અમારી ઇન્ટેન્સિવ કેર નર્સરીની નર્સોએ અહીં બાળકો માટે દિવસ રાત વિતાવ્યા છે. એ પણ એવા સમય જ્યારે તેઓ પ્રેગ્નેન્ટ થઈ હતી. ICNના આ પરિવારને શુભેચ્છા."

ઉલ્લેખનીય છે કે, આ તસવીર જૂન મહીનામાં લેવામાં આવી હતી, તમામ નર્સ 2019માં જન્મેલા બાળકો સાથે જોવા મળે છે, અમુક નર્સો બેબી બમ્બ સાથે નજરે પડે છે. અત્યાર સુધી જન્મેલા 20 બાળકોમાં ફક્ત બે જ છોકરીઓ છે.

'ગુડ મોર્નિંગ અમેરિકા'ના રિપોર્ટ પ્રમાણે આ જ હોસ્પિટલની એક નર્સે એક રમૂજી વાત કહી હતી. નર્સે મજાકમાં કહ્યું હતું કે અહીંના દર્દીઓ અમારી મજાક ઉડાવે છે કે અહીંનું પાણી ત્યારે જ પીવું જ્યારે તમે પ્રેગ્નેન્ટ થવા માંગતા હોવ. નર્સ એલિસન રોન્કોએ 7મી જાન્યુારી, 2019ના રોજ એક પુત્રને જન્મ આપ્યો હતો.

આ તમામ નર્સોનું કહેવું છે કે અમે બધા એકબીજાની કાળજી રાખીએ છીએ, એકબીજાના બાળકોની પણ દેખરેખ રાખીએ છીએ. અમને બાળકો ખૂબ ગમે છે.


Loading...
Advertisement