હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

05 August 2019 08:50 AM
Ahmedabad Gujarat Saurashtra
  • હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

રાજ્યભરમાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાને કરી છે.

અમદાવાદ: રાજ્યભરમાં લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાજ્યમાં હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી હવામાને કરી છે જેમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હાલમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
Related image
સાથે જ આગામી 48 કલાકમાં નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વલસાડ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદમાં મેઘમહેર યથાવત રહેશે તો સાથે જ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
Related image
સૌરષ્ટ્રમાં મેઘમહેર યથાવત
સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ મેઘમહેર યથાવત રહેશે. હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું હોવાથી અગામી 48 કલાક બાદ તેની પણ જોવા મળશે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આગામી 5 દિવસ સુધી યથાવત રહેશે. આ સાથે જ હાલની સ્થિત જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ છે.


Loading...
Advertisement