ભારે વરસાદ વચ્ચે બેહાલ બનેલા બરોડામાં રેસ્ક્યુ ઓપરેશન કરી દોઢ માસની બાળકીને બચાવનાર આ પોલીસ અધિકારી કોણ છે? જાણો વિગતો.....

02 August 2019 09:47 AM
Ahmedabad Gujarat Saurashtra
  • ભારે વરસાદ વચ્ચે બેહાલ બનેલા બરોડામાં રેસ્ક્યુ ઓપરેશન કરી દોઢ માસની બાળકીને બચાવનાર આ પોલીસ અધિકારી કોણ છે? જાણો વિગતો.....
  • ભારે વરસાદ વચ્ચે બેહાલ બનેલા બરોડામાં રેસ્ક્યુ ઓપરેશન કરી દોઢ માસની બાળકીને બચાવનાર આ પોલીસ અધિકારી કોણ છે? જાણો વિગતો.....

આ પોલીસ અધિકારીએ જીવના જોખમે એક દોઢ મહિનાની બાળકીને બચાવી

વડોદરાઃ વડોદરામાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં 22 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે વડોદરાના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. વડોદરામાં પોલીસ અને NDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઇ હતી. ત્યારે આ બધાની વચ્ચે વડોદરાના પીએસઆઇનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોઇ શકાય છે કે તેમણે જીવના જોખમે એક દોઢ મહિનાની બાળકીને બચાવી હતી. એટલું જ નહી આ સાથે તેમણે 73 લોકોના પણ જીવ બચાવ્યા હતા. આ જાંબાઝ પીએસઆઇનું નામ છે ગોવિંદ ચાવડા. ગોવિંદ ચાવડા વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. ગોવિંદ ચાવડાએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી કેવી રીતે બાળકીને બચાવી તેની જાણકારી આપી હતી.

એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં PSI ગોવિંદ ચાવડાએ કહ્યું હતું કે, અમને વડોદરા પોલીસ કંન્ટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે વિશ્વામિત્રી નદીના તટ પર આવેલા દેવપુરા વિસ્તારમાં 50થી વધારે માણસો ફસાયેલા છે. જેથી હું. પીએસઆઇ જી.કે ચાવડા, અને અમારી સાથેના સર્વિલાન્સ ટીમના માણસો ત્યાં દેવપુરા પહોંચ્યા હતા. અમે ત્યાં પહોંચી જોયું તો પાણીનો પ્રવાહ ખૂબ વધારે હતો. ત્યાં પરિસ્થિતિ ખૂબ વિકટ હતી જેને કારણે અમે દોઢ કિલોમીટર સુધી ચાલતા ગયા હતા. બાદમાં એક વ્યક્તિએ જ્યાં માણસો ફસાયા હતા ત્યાં સુધી પહોંચવા માટેનો અમને રસ્તો બતાવ્યો હતો. બાદમાં દોરી બાંધીને અમે લોકો સુધી પહોંચ્યા હતા અને એક પછી એક 73 જેટલા લોકોને બચાવ્યા હતા.
Vadodara:PSI Govind Chavda rescue of 73 people
વધુમાં ગોવિંદ ચાવડાએ કહ્યું કે, આ બધામાં એક દોઢ મહિનાની બાળકી પણ હતી જેને બચાવવા માટે મેં તેમના ઘરમાંથી ટબ માંગ્યુ હતું. બાળકને કપડાથી વિંટીને ટબમાં મુકી મારા માથા પર રાખીને તેને બચાવ્યુ હતું. બાદમાં એક કેન્સર પીડિત એક માજીને ખાટલા પર બેસાડી તેમને બચાવાયા હતા. ગોવિંદભાઇએ કહ્યું કે, અમે ત્યાં પહોંચ્યા એટલે અમારી પાસે રેસ્ક્યુ માટેના કોઇ સાધનો નહોતા. અમે એનડીઆરએફને કોલ કર્યો હતો પરંતુ તેઓને અહી આવવામાં વાર લાગે તેવી હતી જેથી અમે જાતે જ લોકોને બચાવવાનો નિર્ણય કર્યો હતો. મને તરતા આવડતું હોવાથી મે લોકો સુધી પહોંચવાનો નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે પીએસઆઇ ગોવિંદભાઇની કામગીરીની વડોદરા પોલીસ કમિશનરે પણ પ્રશંસા કરી હતી.


Loading...
Advertisement