સૌરાષ્ટ્ર બાદ અમદાવાદીઓમાં 'ચા'નું ઘેલું લગાડનારા આ ટી સ્ટોલને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ; જાણો શું છે કારણ....

02 August 2019 08:44 AM
Ahmedabad Gujarat Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્ર બાદ અમદાવાદીઓમાં 'ચા'નું ઘેલું લગાડનારા આ ટી સ્ટોલને કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ; જાણો શું છે કારણ....

હાઇકોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો, સાથે જ સરકારી જમીન પર દબાણ હટાવવા આદેશ કર્યો.

અમદાવાદઃ સૌરાષ્ટ્ર બાદ અમદાવાદીઓમાં ચાનું ઘેલું લગાડનારા ખેતલાઆપા ટી સ્ટોલને હાઇકોર્ટ મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટમાં ખોટી રીતે અરજી કરવા તથા સરકારી જમીન પર ખોટી રીતે દબાણ કરવાના કેસમાં હાઇકોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.
Related image
પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને હાઇકોર્ટે મોટો ઝટકો આપી રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ખોટી રીતે સરકારી જમીન પર દબાણ કરી ટી સ્ટોલ ચલાવવા બદલ અને નાહકની ખોટી અરજી કરી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરી કોર્ટનો સમય બગાડવા બદલ ઉધડો લીધો હતો.
Image result for khetla-aapa-tea-stall
હાઇકોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકોને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો, સાથે જ સરકારી જમીન પર દબાણ હટાવવા આદેશ કર્યો હતો, સાથે જ તંત્રને તાત્કાલિક જમીનનું પજેશન પાછું લેવા માટે આદેશ કર્યો હતો.

Loading...
Advertisement