પૂરગ્રસ્ત વડોદરા: પૂરની સ્થિત વચ્ચે સોસાયટીઓમાં મગર ઘુસ્યો, લોકોમાં ફફડાટ.....

01 August 2019 11:45 AM
Gujarat Saurashtra
  • પૂરગ્રસ્ત વડોદરા: પૂરની સ્થિત વચ્ચે સોસાયટીઓમાં મગર ઘુસ્યો, લોકોમાં ફફડાટ.....

34 ફૂટની સપાટીએ વહી રહેલી વિશ્વામિત્રીના મગર સોસાયટીમાં દેખાયો, મગરનો શિકાર બનતું કુતરૂ વેંત છેટું રહી ગયું.

વડોદરા: છેલ્લા 24 કલાકમાં 20 ઇંચ વરસાદ ખાબકતા વડોદરામાં પૂરની સ્થિતી સર્જાઈ છે તેવામાં વિશ્વામિત્રી નદીના મગરો સોસાયટીમાં દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સોસાયટીમાં મગર જોવા મળ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મગર પાણીમાં તરતો તરતો એક કુતરાની નજીક આવે છે અને તેના પર તરાપ મારે છે, જોકે, સદનસીબે કુતરું બચી જાય છે.

વીડિયોમાં જોવા મળે છે કે મગરને પકડવા માટે બે વ્યક્તિ દરોડા લઈને ઊભા છે. જોકે, આ વીડિયો ક્યાં વિસ્તારનો છે, તેની પુષ્ટી નથી થઈ પરંતુ મગરના જોખમે લોકો બહાર નીકળતા ડરી રહ્યાં છે. લોકો રસ્તા પર લાકડીઓ લઈને જીવન જરૂરિયાતની ચીજો લેવા નીકળી રહ્યાં છે. આ વીડિયોમાં જે મગર જોવા મળી રહ્યો છે.

વડોદરામાં 20 ઈંચ વરસાદથી જળબંબાકાર થયું છે. શહેરનાં સુભાષનગર અને પરશુરામ ભઠ્ઠા વિસ્તારનાં ઘરોમાં પાણી ભરાયું છે. ફાયરબ્રિગેડ દ્વારા લોકોનું સ્થળાંતર ચાલું કરવામાં આવ્યું છે. 1500થી વધુ લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે.

વડોદરામાં ગઇકાલે 17 ઈંચ વરસાદને કારણે શહેર જળબંબાકાર થઇ ગયું છે. આજે વરસાદ તો પડી નથી રહ્યો પરંતુ શહેરમાં અનેક જગ્યાએ ભરાયેલા પાણી ઓસર્યા નથી. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે. હાલ શહેરનાં તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યાં છે. શાળા, કોલેજો અને કોર્ટમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે નોકરી ધંધે જતા લોકો પણ પોતાના કામનાં સ્થળે પહોંચી શકે તેવી કોઇ જ શક્યતાઓ લાગતી નથી.


Loading...
Advertisement