હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી: ગુજરાતમાં કયા વિસ્તારોમાં પડશે વરસાદ?; જાણો વિગતો....

30 July 2019 11:00 AM
Gujarat Saurashtra
  •  હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી: ગુજરાતમાં કયા વિસ્તારોમાં પડશે વરસાદ?; જાણો વિગતો....

ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

અમદાવાદ: સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગત 24 કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાનની સરહદ નજીક આવેલા વાવ અને થરાદમાં 230મીમી વરસાદ નોંધાયો હતો.

જ્યારે દિયોદરમાં 102મીમી વરસાદ નોંધાયો હતો. વાવ અને થરાદ તાલુકાના ગામોમાં પાણી ભરાયા હતા. એનડીઆરએફની ટીમોને થરાદમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

મંગળવારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા અને જામનગર તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

જ્યારે પાટણ, બનાસકાંઠા, વલસાડ, નવસારી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

કેટલાક જિલ્લાઓમાં બુધવારે પણ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે.


Loading...
Advertisement