સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન: તાલાલામાં 4, ગીરગઢડામાં 3 ઇંચ વરસાદથી અનેક નદીઓમાં આવ્યા પૂર...

24 July 2019 09:08 AM
Junagadh Saurashtra
  • સૌરાષ્ટ્રમાં મેઘો મહેરબાન: તાલાલામાં 4, ગીરગઢડામાં 3 ઇંચ વરસાદથી અનેક નદીઓમાં આવ્યા પૂર...

સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

રાજકોટ: સૌરાષ્ટ્ર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ગીર ગઢડા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બે કલાકમાં ગીરગઢડામાં 3, કોડીનારમાં અઢી અને તાલાલામાં4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. Image result for girgadhada-floods-in-riversગીર ગઢડામાં આ ભારે વરસાદના પગલે રૂપેણ નદીમાં, કોડીનારના અરણેજ ગામ નજીક સોમત નદી અને હરમડિયા નજીક શાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જો કે, ત્રીજા દિવસે રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું હતું પરંતુ વરસ્યો નહોતો. જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદી ઝાપટાથી રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. Image result for girgadhada-floods-in-riversગઈ કાલે ગીર પંથક વિસ્તારના ગીર ગઢડા, તાલાળા, વેરાવળને ઘમરોળિયા બાદ ફરી બપોર પછી અસહ્ય ગરમીના બફારા બાદ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ગીર પંથકના ખેડૂતોમાં ખીશીનો માહોલ સર્જાયો છે.
Image result for girgadhada-floods-in-rivers
ગઈકાલે વડિયાના જેતપુર માર્ગ પર ભારે વરસાદના કારણે સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા હતા. સ્ટેટ હાઈવે પર વૃક્ષો ધરાસાઈ થતા સ્ટેટ હાઇવે પર વાહનચાલકોને મોટી લાઇનો લાગી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા તાલુકાના ભડથર સહિત ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા. વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. તો વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલથઇ ગયા છે.
Loading...
Advertisement