થેલેસેમીયાના 566 દર્દીઓ સામે રાજકોટ મોખરે; જામનગરમાં આવા 300

23 July 2019 12:24 PM
Ahmedabad Gujarat
  • થેલેસેમીયાના 566 દર્દીઓ સામે રાજકોટ મોખરે; જામનગરમાં આવા 300

ગુજરાતમાં એચઆઈવી પોઝીટીવના 1,20,866, ટીબીના 82,662 દર્દી : અરાવલ્લી, અમરેલી, તાપી, નર્મદા, મહીસાગર, મોરબીમાં એકપણ દર્દી નહી

અમદાવાદ: ગુજરાતમાં ટયુબરકયલોસીસ (ટીબી) કરતા એચઆઈવી પોઝીટીવ કેસોની સંખ્યા વધુ છે. સરકારી આંકડા મુજબ રાજયમાં ટીબીના 82,662 દર્દીઓ સામે એચઆઈવી પોઝીટીવ લોકોની સંખ્યા 1,20,866 છે.
નીતિ આયોગે એચઆઈવી પોઝીટીવ કેસોની મોટી સંખ્યા બાબતે ચિંતા વ્યક્ત કરી તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દર લાખે 224 દર્દીઓ સાથે ટીબી કેસ રેશિયો સૌથી વધુ છે.
મોટા રાજયોમાં દર લાખે 226 ટીબી કેસો સાથે હિમાચલ પ્રદેશમાં ગુજરાત કરતાં રેશિયો વધુ છે.
22,877 એચઆઈવી પોઝીટીવ લોકો સાથે અમદાવાદ જિલ્લો રાજયમાં સૌથી આગળ છે. એ પછી 20,776 એચઆઈવી પોઝીટીવ લોકો સાથે સુરત જીલ્લો આવે છે. 729 સાથે મોરબી જીલ્લામાં સૌથી ઓછા એચઆઈવી પોઝીટીવ લોકો છે. અમદાવાદ જીલ્લામાં રાજયોના સૌથી વધુ ટીબી દર્દીઓ છે. સરકારી આંકડા મુજબ અમદાવાદમાં ટીબીના 12,970 દર્દીઓ છે. એ પછી 9106 દર્દીઓ સામે સુરત જીલ્લાનો ક્રમ આવે છે. 271 દર્દીઓ સાથે ડાંગ જીલ્લામાં સૌથી ઓછા ટીબી દર્દીઓ છે.
બોરસદના કોંગ્રેસી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે રાજયમાં થેલેસેમીયા ટીબી અને એચઆઈવી પોઝીટીવ કેસોની સંખ્યા જાણવા માંગી હતી, સરકારે આપેલી માહિતી મુજબ 566 દર્દીઓ સાથે રાજકોટ જીલ્લામાં થેલેસેમીયાના સૌથી વધુ દર્દીઓ છે. એ પછી 300 પેશન્ટ સાથે જામનગરનો નંબર આવે છે. અરાવલ્લી, અમરેલી, તાપી, નર્મદા, મહીસાગર અને મોરબીમાં થેલેસેમીયાનો એક પણ દર્દી નથી.
ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પોઝીટીવ પીપલના સેક્રેટરીના દક્ષા પટેલના જણાવ્યા મુજબ સરકારી કેન્દ્રો ખાતે એચઆઈવી પોઝીટીવ હોવાનું ટેસ્ટ થયેલા અને ગુજરાત એઈડસ કંટ્રોલ સોસાયટીએ આપેલા આ આંકડા છે. ખાનગી હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ધ્યાનમાં લેવામાં આવે તો આ સંખ્યા ઉંચી હશે.

ગંભીરપણે બીમાર
બીમાર રાજયમાં કેસો
એચઆઈવી પોઝીટીવ 1,20,866
ટીબી 82,662
થેલેસેમીયા 2,142


Loading...
Advertisement