શાળાએથી છુટ્ટી સાયકલ પર ઘરે જતી બાળાનું ટ્રકે ઠોકર મારતા મૃત્યુ

23 July 2019 11:59 AM
Bhavnagar Saurashtra
  • શાળાએથી છુટ્ટી સાયકલ પર ઘરે જતી બાળાનું ટ્રકે ઠોકર મારતા મૃત્યુ

ભાવનગર શહેરમાં બનેલા બનાવથી અરેરાટી : ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.23
ભાવનગરમાં ટ્રકે સાયકલ પર જઇ રહેલી 12 વર્ષની બાળાને હડફેટે લેતાં બાળાનું બનાવ સ્થળે જ મોત નિપજયું હતું.
અકસ્માતની મળતી વિગતો મુજબ શહેરનાં કાળીયાબીડ વિસ્તારમાં રામમંત્ર મંદિર સામે આઝાદનગરમાં રહેતી અને સિંધુનગર સરદારસિંહ રાણા પ્રાથમિક શાળામાં ધો.7માં અભ્યાસ કરતી આરતી હરેશભાઇ ગોહેલ (ઉ.વ.12) સ્કૂલેથી છુટી સાયકલ ઉપર ઘેર હોસ્પિટલ સામે પુરઝડપે ઘસી આવેલા ટ્રકે તેને હડફેટે લેતાં આ બાળાનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રકને મૂકી નાસી છુટયો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.


Loading...
Advertisement